ETV Bharat / state

ૐ આકારમાં બનેલ 'ૐ નિખિલેશ્વર મહાદેવ', મહા શિવરાત્રીએ ઉમટ્યો શિવભક્તોનો સૈલાબ - MAHASHIVARATRI 2025

દાદરા નગર હવેલીના કુંડાચા ખાતે આવેલ ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિર ૐ અકારમાં બનેલું છે. અહીં દેવાધિદેવ મહાદેવ તેમજ 140 દેવી દેવતાઓ બિરાજમાન છે.

ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિર ૐ અકારમાં બનેલું છે
ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિર ૐ અકારમાં બનેલું છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2025, 5:28 PM IST

દમણ: આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દરેક શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુંજયો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં કુડાચા ગામે ૐ અકારમાં ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાત બની રહ્યું છે. મંદિરમાં નિખિલેશ્વર મહાદેવ ઉપરાંત 140 જેટલા દેવી દેવતાઓ બિરાજમાન છે. મહાશિવરાત્રી નિમિતે આ મંદિરમાં ભોળાનાથના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

દાદરા નગર હવેલી પાટનગર સેલવાસથી 6 કિલોમીટર દૂર આવેલ કુંડાચા ગામ હિન્દુ ધર્મ પ્રેમીઓ માટે આસ્થાનું પ્રતિક બન્યું છે. તો સાથે એક ધાર્મિક પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસી રહ્યું છે. અહીં ૐ અકારમાં એક ભવ્ય મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં મહાશિવરાત્રી પર્વના ભગવાન નિખિલેશ્વર મહાદેવના દર્શને તેમજ જળાભિષેક કરવા માનવ મહેરામણ ઉમટયો હતો.

ૐ અકારમાં બનેલ ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન માટે શિવભક્તોનો સૈલાબ (Etv Bharat Gujarat)

20 વર્ષ બાદ મંદિરનું કાર્ય પૂર્ણ થયું: આ મંદિર અંગે મંદિરના સેક્રેટરી પ્રવિણચંદ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2004 માં આ સ્થળ ઉપર મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ તેના બાંધકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી તેમના દેખરેખ હેઠળ અને તેમની એન્જિનિયરિંગની કમાલમાં શરૂ થઈ હતી. 20 વર્ષ બાદ 2024માં મંદિરનું કાર્ય પૂર્ણ થયું હતું.

ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિર ૐ અકારમાં બનેલું છે
ૐ નિખિલેશ્વર મહાદેવ મંદિર ૐ અકારમાં બનેલું છે (Etv Bharat Gujarat)

આજે આ મંદિરને તૈયાર થઈને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષમાં જ આ મંદિર આ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત બની ચૂક્યું છે. મંદિરની ખાસિયત એ છે કે, આ મંદિર ૐ આકારમાં બનાવવામાં આવેલું છે. અને મંદિરના બાંધકામમાં ક્યાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરમાં કુલ નવ પ્રવેશદ્વાર અને 101 બારી છે. મંદિરમાં ભગવાન નિખીલેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તો તેની સાથે 140 જેટલા હિન્દુ દેવી દેવતાઓની પણ સ્થાપના કરવામાં આવી છે.

મંદિરમાં દેવાધિદેવ મહાદેવ તેમજ 140 દેવી દેવતાઓ બિરાજમાન
મંદિરમાં દેવાધિદેવ મહાદેવ તેમજ 140 દેવી દેવતાઓ બિરાજમાન (Etv Bharat Gujarat)

અલગ અલગ રાજ્યના લોકો અહીં દર્શન કરવા આવે: મંદિરનું નિર્માણ 35,000 સ્ક્વેર ફૂટના ક્ષેત્રફળમાં કરવામાં આવ્યું છે. મંદિર માટે જે બાંધકામ કરવામાં આવ્યું છે તેમાં 400 થાંભલા છે. આ મંદિર ઓમ નિખિલેશ્વર મહાદેવ મંદિર તરીકે સમગ્ર દાદરા નગર હવેલી ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ રાજ્યમાં જાણીતું બની ચૂક્યું છે. અલગ અલગ રાજ્યના લોકો અહીં દર્શન કરવા આવે છે.

આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે અહીં મોટી સંખ્યામાં ભક્તો નિખિલેશ્વર મહાદેવના દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. લોકોએ દાદાના દર્શન કરી અભિષેક કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. મંદિર આસપાસ કુલ જે એરિયા છે તે 1.5 લાખ ચોરસ ફુટનો છે. જેમાં બાગ બગીચાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ટુરીઝમ પોઇન્ટ તરીકે પણ ડેવલોપ થઈ રહ્યું છે: આ મંદિર અંગે શ્રી નિખિલેશ્વર ત્રિમૂર્તિ પ્રણવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ચંદ્રપ્રભા કાપડીએ જણાવ્યું હતું કે, 2004માં આ મંદિરનું કામ શરૂ કર્યું અને 2024 માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આજે શિવરાત્રીના દિવસે લોકો અહીં ઉમટી પડ્યા છે. આ સ્થળ એક ટુરિઝમ પોઇન્ટ તરીકે પણ ડેવલોપ થઈ રહ્યું છે. તો સાથે સાથે આસપાસના જે લોકો છે તેમને રોજગારી પણ પૂરી પાડી રહ્યું છે. એટલે કહી શકાય કે આ મંદિર લોકોના માટે ભગવાનના દર્શનનું દ્વાર તો છે જ પણ તેની સાથે રોજગારીનું સર્જન કરનાર ઉત્તમ પ્રવાસન સ્થળ પણ છે.

મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અંગે વાત કરીએ તો તેઓએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સેલવાસમાં આવીને રોજગાર ધંધા અર્થે વસ્યા છે. આ મંદિર જ્યારે બનતું હતું ત્યારથી તેઓ અહીં આ મંદિર ક્યારે પૂર્ણ થાય તેની રાહ જોતા હતા. આજે આ મંદિર પૂર્ણ થઈ ચૂક્યું છે. અને મહાશિવરાત્રીના પર્વ પર નિખિલેશ્વર મહાદેવ મંદિરના દર્શનનો લ્હાવો લેવા આવ્યા છે.

દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય: સંઘ્યા મિશ્રા નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે, તે તેઓ એકવાર અહીં દર્શન કરવા આવ્યા હતા અને મંદિરની ભવ્યતા જોઈ આ બીજી વખત મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પોતાના પતિદેવ સાથે અહીં દર્શન કરવા આવ્યા છે. તેઓ માને છે કે નિખીલેશ્વર મહાદેવના દર્શન કરવાથી તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

બ્રિજ બિહારી મિશ્રા નામના શ્રદ્ધાળુએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 17 વર્ષથી સેલવાસમાં રહે છે નિખિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા તેઓ પ્રથમ વખત આવ્યા છે. પરંતુ આ દર્શન તેમના માટે ખૂબ જ સફળ રહ્યા છે. દાદાના દર્શન કરવા ભક્તો માટે જે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તે તેમને ખૂબ જ સરસ લાગી અને મંદિરની ભવ્યતા જોઈ અભિભૂત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આ એકમાત્ર ૐ આકારનું મંદિર છે. અને એકમાત્ર એવું મંદિર છે. જેમાં હિન્દુ ધર્મના તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે. અને એટલે જ આ મંદિર દરેક ધર્મના લોકો માટે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. તો, સાથે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ પામી રહ્યું છે.

આ પણ વાંચો:

  1. મહાશિવરાત્રીના દિવસે કબુતર બાબાએ જમાવ્યું આકર્ષણ, વહેલી સવારે ભવનાથ મંદિરમાં કર્યા દર્શન
  2. ભુજના માર્ગો બન્યા શિવમય, મહાકુંભ અને રામ મંદિરના ફ્લોટ્સે શોભાયાત્રામાં જમાવ્યું આકર્ષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.