ETV Bharat / state

અસલી રુદ્રાક્ષને લોકો સુધી પહોંચાડવા હરિદ્વારથી શિવભક્ત આવ્યા ભવનાથ, લોકોનો મળ્યો સારો પ્રતિસાદ - MAHASHIVARATRI 2025

જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત રુદ્રાક્ષના ફળ સાથે કોઈ વ્યક્તિ અસલી રુદ્રાક્ષ લોકો સુધી પહોંચે તે માટે ભવનાથ તળેટીમાં જોવા મળ્યા છે.

અસલી રુદ્રાક્ષને લોકો સુધી પહોંચાડવા હરિદ્વારથી શિવભક્ત આવ્યા ભવનાથ
અસલી રુદ્રાક્ષને લોકો સુધી પહોંચાડવા હરિદ્વારથી શિવભક્ત આવ્યા ભવનાથ (canva)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2025, 5:26 PM IST

જૂનાગઢ: મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં શિવ ભક્તો શિવ ના અંશ સમાન રુદ્રાક્ષની ખરીદી કરતા હોય છે. પરિણામે લોકોને અસલી રુદ્રાક્ષ મળી રહે તે માટે હરિદ્વારથી કેટલાક યુવાનો માત્ર 20 રૂપિયામાં ઓરીજનલ રુદ્રાક્ષ આપી રહ્યા છે. ભવનાથમાં આ પ્રકારે પ્રથમ વખત રુદ્રાક્ષના ફળ સાથે કોઈ વ્યક્તિ અસલી રુદ્રાક્ષ લોકો સુધી પહોંચે તે માટે ભવનાથ તળેટીમાં જોવા મળ્યા છે.

રુદ્રાક્ષના ફળ સાથેનો પારો પ્રથમ વખત ભવનાથમાં: આજે મહાશિવરાત્રીનું પાવન પર્વ છે. આ પર્વ નિમિત્તે રુદ્રાક્ષના ફળ સાથેનો પારો વહેંચવા માટે ઉત્તરાખંડથી કેટલા યુવાનો જૂનાગઢ આવ્યા છે. સામાન્ય રીતે સૌ કોઈએ અને ખાસ જૂનાગઢના શિવરાત્રીના મેળામાં લોકો રૂદ્રાક્ષના પારાની ખરીદી કરતા હોય છે. પરંતુ લોકોએ રુદ્રાક્ષનો પારો ફળ સાથે કેવો દેખાય તે પહેલી વખત નજર સમક્ષ જોયું હશે.

શિવરાજ સિંહ નામનો યુવાન લોકો નકલી રુદ્રાક્ષની ખરીદીથી દૂર રહે અને આવા ખોટા તત્વો લોકોને અસલીના નામે નકલી રુદ્રાક્ષ વહેંચે છે તેમાંથી મુક્તિ મળે ટે માટે તે પોતે માત્ર 20 માં એક રુદ્રાક્ષનો પારો કે જે ફળ સાથે વહેંચી રહ્યા છે.

શિવરાજ સિંહ માને છે કે, લોકો મેળામાંથી રુદ્રાક્ષ ખરીદી કરતા હોય છે. ત્યારે નકલી રુદ્રાક્ષ આપીને લોકોની ભાવના સાથે ખિલવાડ થાય છે. પરિણામે લોકો સાથે છેતરપિંડી ન થાય તે માટે તેઓ ખાસ ઉત્તરાખંડથી પ્રથમ વખત ભવનાથના મેળામાં ફળ સાથે રૂદ્રાક્ષના પારા વેચી રહ્યા છે.

લોકોનો પણ મળી રહ્યો છે સારો પ્રતિસાદ: રુદ્રાક્ષનું ફળ અને તેના ઝાડ ગુજરાતમાં ક્યાંય થતા નથી. જેથી લોકોએ રુદ્રાક્ષના પારાને સીધી રીતે નજર સમક્ષ કદાચ જોયો પણ ન હોય, પરંતુ રુદ્રાક્ષનો પારો ફળ સાથે કેવો હોય તે પ્રથમ વખત ભવનાથના શિવરાત્રીના મેળામાં જોવા મળી રહ્યું છે. લોકો મેળામાં ખરીદી કરતા હોય છે ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના રૂદ્રાક્ષના પારાની ખરીદી પણ ખૂબ મોટી સંખ્યામાં થતી હોય છે.

રુદ્રાક્ષની તૈયાર માળા અને પારા વહેચવા માટે મોટી સંખ્યામાં નાના નાના વેપારીઓ પણ આવતા હોય છે, પરંતુ ફળ સાથે રુદ્રાક્ષનો પારો પહેલી વખત શિવરાત્રીના મેળામાં જોવા મળી રહ્યો છે. આમ, પ્રથમ વખત લોકો કુતુહલ સાથે રુદ્રાક્ષની ખરીદી કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. કચ્છ: ભૂતનાથ મહાદેવ મંદિરે 900 કિલોના બરફના શિવલિંગે જમાવ્યું "આકર્ષણ"
  2. ભુજના માર્ગો બન્યા શિવમય, મહાકુંભ અને રામ મંદિરના ફ્લોટ્સે શોભાયાત્રામાં જમાવ્યું આકર્ષણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.