ભાવનગર: ઉનાળો નજીક આવી રહ્યો છે, ત્યારે આકરી ગરમીની વચ્ચે ભાવનગર શહેર અને જિલ્લામાં પાણીના સ્તોત્ર અને પાણીને લઈને શું એક્શન પ્લાન તૈયાર કરાયો છે તે જાણવાની કોશિશ કરી હતી. ભાવનગર શહેરમાં કેટલી પાણીની જરૂરિયાત હોય છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પાણી કઈ રીતે પૂરું પાડવામાં આવે છે. આ સમગ્ર સ્થિતિનો તાળ મેળવવામાં આવ્યો હતો. ચાલો જાણીએ ભાવનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર માટે પાણીની વ્યવસ્થાના ભાગરૂપે શું છે વ્યવસ્થા.
ભાવનગર શહેરમાં પાણીની જરૂરિયાત: ભાવનગર શહેરની વસ્તી આશરે 7 થી 8 લાખની છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણ કરવામાં આવે છે. મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, ભાવનગર શહેરમાં 177 એમએલડી રોજની પાણીની જરૂરિયાત રહે છે. આ પાણી માટે શેત્રુંજી ડેમમાંથી 95 એમએલડી રોજનુ, મહી પરીએજનું 75 થી 77 એમએલડી અને અન્ય મહાનગરપાલિકાના બોરતળાવમાંથી 19 થી 20 એમએલડી પાણી લેવામાં આવે છે. જો કે આવનાર ઉનાળામાં 5 થી 7 એમએલડીની જરૂરિયાત વધી જાય છે તેને લઈને તૈયારીઓ હાથ ઉપર છે.
જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની સ્થિતિ: ભાવનગર જિલ્લાના ગામડામાં પાણી વિતરણને લઈને પાણી પુરવઠા બોર્ડ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે ભાવનગરના પાણી પુરવઠા બોર્ડના અધિકારી માલકીયા સાહેબે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં કુલ 661 જેટલા ગામડાઓ આવેલા છે. જેમાં 12 જૂથ યોજના અંતર્ગત પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે ક્યાંય સમસ્યા હોય તો કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને બેઠક કરીને સમસ્યા હલ કરાય છે. હાલ ક્યાંય પાણી ટેન્કરથી આપવામાં આવતું નથી. આમ જોવા જઈએ તો આશરે રોજનું 130 થી 150 એમએલડી પાણી 661 જેટલા ગામડાઓમાં નર્મદાનું આપવામાં આવે છે, ત્યારે શેત્રુંજી ડેમમાંથી 15 થી 20 એમએલડી આશરે લેવામાં આવે છે. જો કે નગરપાલિકાઓ પણ શેત્રુંજી ડેમમાંથી આશરે 100 એમએલડી પાણી મેળવતી હોય છે.

જિલ્લાના ડેમોની સ્થિતિ પાણીને પગલે: ભાવનગર જિલ્લામાં આવેલા મુખ્ય ડેમો પૈકી શેત્રુંજી ડેમમાંથી પીવાના પાણીનો ઉપયોગ સૌથી વધુ થાય છે, ત્યારે ભાવનગરના સિંચાઈ વિભાગના અધિકારી શુભમ શાહે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ શેત્રુંજી ડેમની સપાટી 54.4 મીટર છે જ્યારે અન્ય રજાવળ, ખારો, લાખણકા, હમીરપરા, જસપરા માંડવા ડેમોમાં સિંચાઈનું પાણી પૂરતા પ્રમાણમાં છે. શેત્રુંજી ડેમમાંથી પાણી મહાનગરપાલિકાને આપવામાં આવે છે.
આ પણ વાંચો: