વડોદરામાં યુવકે અગમ્ય કારણોસર કારને આગ લગાવી, જુઓ વીડિયો - police
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5953313-thumbnail-3x2-kar.jpg)
વડોદરાઃ શહેરના અલકાપુરી વિસ્તારમાં અમદાવાદ ચાંદખેડાના એક યુવકે અગમ્ય કારણોસર પાર્ક કરેલી પોતાની કારમાં આગ લગાવી દીધી હતી. આ બનાવને પગલે સ્થળ પર લોકના ટોળા ઉમટી પડ્યા હતાં. આ બનાવની જાણ થતાં જ વડીવાડી ફાયર ફાઈરટ ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસ સ્થળ પર આવી પહોંચતા કારને આગ લગાવનાર અમદાવાદના શુભાષચંદ્ર વર્મા પોલીસ કર્મચારીને ગળે ભેટી રડી પડ્યો હતો. હાલ તો પોલીસે આ યુવકને પોલીસ મથકે લઈ જઈ તેણે ક્યાં કારણે કારને આગ લગાવી હતી. તે દિશામાં વધુ તપાસ આરંભી હતી.