વડોદરા દુષ્કર્મ કેસ: મામલો ઉકેલાયો - Vadodara Novelty Sagira Misdemeanor
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરમાં નવલખી સગીરા દુષ્કર્મ મામલો ઉકેલાયો હતો. વડોદરા શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંગ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. વડોદરા શહેરમાં ગત 28 નવેમ્બરે નવલખી મેદાનમાં સગીરા સાથે બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ વડોદરા શહેર પોલીસ દ્વારા તપાસનો દોર લંબાવ્યો હતો. જેમાં રાજયના ગૃહરાજય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ સગીરાના પરિવારની મુલાકાત લીધી હતી. આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસ સંલગ્ન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી હતી. બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને આરોપીઓના મેડિકલ તપાસની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. આ દુષ્કર્મના આરોપીઓને વધુ તપાસ માટે વડોદરા પોલીસ 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. જેથી આ આરોપીઓ અગાઉ પણ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં છે કે, કેમ તો તે દિશામાં કાર્યવાહી હાથ ધરી શકાય.