thumbnail

વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ, 125 કરોડ રૂપિયાના વિકાસના કામોને મંજૂરી

By

Published : Sep 20, 2020, 6:12 PM IST

વડોદરાઃ કોરોનાની મહામારી દરમિયાન વડોદરા મહાનગર પાલિકાની સ્થાયી સમિતિની બેઠક વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી. જે બેઠકમાં પાંચ પેજના મોટા એજન્ડામાં કુલ 39 કામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આગામી નવેમ્બર મહિનાની આસપાસ પાલિકાની સામાન્ય ચૂંટણી આવી રહી છે. ત્યારે રૂપિયા 125 કરોડના કામોને આવરી લેતા એજન્ડા પર ચર્ચા કરાઇ હતી. સ્થાયી સમિતિની ઓનલાઇન બેઠકમાં લાંબી ચર્ચાના અંતે 39 પૈકીના 37 કામને એક જ તબક્કામાં મંજૂરી અપાઈ હતી. જ્યારે છાણીમાં નવીન શોપિંગ સેન્ટરની દુકાનોની ડ્રોથી ફાળવણી કરવાના કામની દરખાસ્ત વહીવટીતંત્ર તરફથી મોકલવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત સુભાનપુરામાં ટીપી સ્કીમ નંબર-2, ફાઇનલ પ્લોટ નંબર-470ની જમીનમાં બનાવવામાં આવેલી બિલ્ડીંગને મેડિકલ સેન્ટર માટે વિસમિત ફાઉન્ડેશન ટ્રસ્ટને શરતોને આધીન 5 વર્ષ માટે આપવાની દરખાસ્ત મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.