ચોમાસું જતાં જતા ખેડૂતોને રડાવી ગયું, અમરેલી પંથકમાં ભારે વરસાદે ખેતી પાકનો સોથ વાળ્યો - HEAVY RAIN IN AMRELI
🎬 Watch Now: Feature Video
Published : Oct 20, 2024, 5:01 PM IST
અમરેલી:અમરેલી જિલ્લાના ધારી, ચિતલ, બાબરા અને સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેને લઈને પશુઓનો ઘાસચારો છીનવાયો છે અને ખેડૂતને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. ધારી ગીર પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે ફાચરિયા, અમુરતપુર, સરસિયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતોની હાલત કફોડી બની છે. નાના ખેડૂતોની હાલત દયનીય બની છે. ગુજરાત આવીને ખેતી પર રહેતા પરપ્રાંતીય મજૂરોની હાલત કફોડી થઈ છે, મગફળી કાઢીને તૈયાર રાખેલા ખેડૂતોની હાલત દયનીય બની છે. મગફળીના પાથરા વરસાદી પાણીમાં તરબતર હોવાના વિડીયો આવ્યા સામે છે. ધારી શહેર અને ગ્રામ્ય વિસ્તારના રોડ રસ્તા પર પાણી વેહતાં થતા ખેતીપાક માટે નુકશાનીનો વરસાદ ખાબક્યો છે.