પ્રયાગરાજ: મહાકુંભમાં મૌની અમાવસ્યાના દિવસે ભાગદોડની ઘટના બાદ, પ્રયાગરાજના લોકોએ શહેરમાં વિવિધ સ્થળોએ ફસાયેલા શ્રદ્ધાળુઓ માટે મદદના દરવાજા ખોલ્યા છે. મુસ્લિમોએ ભક્તો માટે ઈમામવાડા ખોલીને સાંપ્રદાયિક સૌહાર્દનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. કેટલાક લોકોએ તેમના વરંડામાં તેમની ક્ષમતા મુજબ ભક્તોને રાત્રિ વિતાવવા માટે જગ્યા આપી છે, જ્યારે કેટલાક લોકોએ ભંડારાનું આયોજન કરી ભક્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી છે.
9 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા: તમને જણાવી દઈએ કે, મૌની અમાવસ્યાની રાત્રે 1:30 વાગ્યે સંગમ નાકે નાસભાગ થઈ હતી. આઅ નાસભાગમાં 30 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 70 ઘાયલ થયા હતા. પ્રયાગરાજ અને તેની આસપાસના જિલ્લાઓના રસ્તાઓ પર 9 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ અટવાઈ ગયા હતા. નાસભાગ બાદ પ્રયાગરાજ આવેલા શ્રદ્ધાળુઓ અને સરહદો પર ટ્રાફિક જામમાં ફસાયેલા લોકો ખાવા-પીવા માટે તરસી રહ્યા હતા.
ભક્તોને રહેવાની વ્યવસ્થા: આ સ્થિતિમાં, પ્રયાગરાજના મુસ્લિમોએ ગંગા-જમુની સંસ્કૃતિનું ઉદાહરણ રજૂ કર્યું અને ખુલદાબાદ સબઝી મંડી મસ્જિદ, બડા તાજિયા ઇમામબારા, હિંમતગંજ દરગાહ અને ચોક મસ્જિદમાં લોકો માટે રહેવાની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત શાહગંજના લોકોએ તેમના ઘરે ભક્તોને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. ઉપરાંત તેમને ચા, નાસ્તો અને ખાવાનું બનાવ્યું હતું. વિવિધ સ્થળોએ ભંડારો ગોઠવવામાં આવ્યો હતો. હલવા પુરી અને શાકભાજી તૈયાર કરીને લોકોને પીરસવામાં આવ્યા હતા.
લોકોને તેમના ઘરોમાં આશરો આપ્યો: બહાદુરગંજ દેહરાના મોહમ્મદ ઇર્શાદનું કહેવું છે કે, નાસભાગ બાદ લાખો લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા હતા. લોકો ચિંતિત હતા. ખાવા-પીવા માટે કાઈજ ઉપલબ્ધ નહોતું અને રાત થઈ ગઈ હતી. પરિસ્થિતિ જોઈને અમે મુસ્લિમ સમુદાયે મસ્જિદો અને દરગાહ ખોલી. ઘણા લોકોને તેમના ઘરોમાં આશરો આપ્યો. તેમના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
લોકોની મદદ કરવી એ સૌથી મોટો ધર્મ: ચોકના રહેવાસી મોઇનુદ્દીન કહે છે કે, સંકટના આ સમયમાં જાતિ અને ધર્મની રાજનીતિથી ઉપર ઉઠીને પીડિત અને ભૂખ્યા લોકોની મદદ કરવી એ સૌથી મોટો ધર્મ છે. એમ વિચારીને અમે બધાએ ભક્તોને મદદ કરી હતી.
ભક્તોને મળી રહી છે ઠેર-ઠેર ખૂણે-ખૂણેથી મદદ: પ્રયાગરાજની સાથે સાથે લખનૌ, અયોધ્યા, કાશી, સુલતાનપુર, પ્રતાપગઢ, કૌશાંબી, ચિત્રકૂટ, મિર્ઝાપુરના લોકો ભક્તો માટે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે સાથે ડોકટરોથી લઈને શિક્ષકો સુધી દરેક લોકો લોકોની સેવા કરવા માટે મેદાનમાં ઉતર્યા છે. પ્રયાગરાજમાં 'ધ પામ એકેડમી'ની 65 લોકોની ટીમ રેલ્વે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં ભક્તો માટે મફત પાણી અને ભોજનની વ્યવસ્થા કરી રહી છે. અલ્હાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ રસ્તાના કિનારે શ્રદ્ધાળુઓને પાણી અને ખાદ્યપદાર્થોનું વિતરણ કર્યું હતું.
ઓનલાઈન સારવાર અને દવાઓનું વિતરણ: લખનૌની એપોલો હોસ્પિટલના ડૉક્ટરોની આખી ટીમ શ્રદ્ધાળુઓની સ્વાસ્થ્ય સમસ્યાઓનું ઓનલાઈન નિરાકરણ કરી રહી છે. ત્યાં રાજ્યના જાણીતા વેસ્ક્યુલર સર્જન ડૉ. યશપાલ સિંહ શ્રદ્ધાળુઓની ઓનલાઈન સારવાર કરી રહ્યા છે. આ સિવાય ઈંગ્લેન્ડથી રોબોટિક સર્જરીના નિષ્ણાત ડૉ. વલીઉલ્લાહ સિદ્દીકી લખનૌથી પ્રયાગરાજ આવીને લોકોની સારવાર કરી રહ્યા છે. આ સિવાય મેદાંતા હોસ્પિટલના હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. અવિનાશ કુમાર સિંહ લખનૌ અને અયોધ્યાથી જ મહાકુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુઓને ઓનલાઈન સારવાર અને દવાઓ આપી રહ્યા છે.
માનવતા એ એક ધર્મ: પ્રયાગરાજમાં પ્રવેશતાની સાથે જ આપણે આસ્થા, આદર, સામાજિક સમરસતા અને સદભાવ જોઈ શકીએ છીએ. દરરોજ શ્રધ્ધાળુઓની શોભાયાત્રા મહાકુંભ મેળા વિસ્તારમાં ત્રિવેણીમાં શ્રધ્ધાથી સ્નાન કરવા પહોંચી રહી છે. આ દરમિયાન સનાતન ભક્તોની સાથે મુસ્લિમોએ પણ તેમનું ફૂલ અને વસ્ત્રો આપીને સ્વાગત કર્યું હતું. જૂના શહેરના ચોક વિસ્તારમાં આવેલી જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને હર હર ગંગેના નારા સાથે શ્રદ્ધાળુઓનું સ્વાગત કર્યું હતું. આ પછી ભક્તોને શરીરના વસ્ત્રો અને ફૂલ આપીને વિદાય આપવામાં આવી હતી.
આ પણ વાંચો: