ETV Bharat / state

દિલ્હી ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત : સી.આર. પાટીલે કહ્યું- "ઘમંડી લોકોને જનતાએ નકારી કાઢ્યા" - DELHI ASSEMBLY ELECTIONS 2025

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

દિલ્હી ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત પર સી.આર પાટીલે નિવેદન આપ્યુ.
દિલ્હી ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત પર સી.આર પાટીલે નિવેદન આપ્યુ. (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2025, 6:58 AM IST

Updated : Feb 9, 2025, 2:15 PM IST

સુરત: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત બાદ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દિલ્હીની જનતાનો આભાર માનતા કહ્યું કે, 27 વર્ષ બાદ આ નાનકડા રાજ્યમાં મળેલી જીત સમગ્ર દેશ માટે આનંદનો વિષય છે.

ભાજપ કાર્યાલયમાં જીતની ઉજવણી: ભાજપ કાર્યાલય ખાતે સી.આર. પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ વિજયની ઉજવણી કરી હતી. પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો દિલ્હીમાંથી સંપૂર્ણપણે સફાયો થઈ ગયો છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન મોદી ક્યારેય ખોટા વચનો આપતા નથી અને તેમના આપેલા દરેક વચનો પૂરા થાય છે. પાટીલે વધુમાં જણાવ્યું કે, હવે દિલ્હીના લોકો માટે વિકાસના નવા દ્વાર ખૂલશે. અત્યાર સુધી કેન્દ્ર સરકારની અનેક યોજનાઓનો લાભ દિલ્હીના લોકોને મળી શક્યો નથી, પરંતુ હવે તમામ યોજનાઓનો લાભ મળશે. તેમણે અન્ના હજારેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેટલાક લોકોએ સત્તા માટે તેમની પ્રતિષ્ઠાનો દુરુપયોગ કર્યો હતો.

દિલ્હી ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત પર સી.આર પાટીલે નિવેદન આપ્યુ. (Etv Bharat Gujarat)
દિલ્હી ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત પર સી.આર પાટીલે નિવેદન આપ્યુ.
દિલ્હી ચૂંટણીમાં BJPની ઐતિહાસિક જીત પર સી.આર પાટીલે નિવેદન આપ્યુ. (Etv Bharat Gujarat)

સત્તા એ પ્રજાહિત માટે હોય છે: દિલ્હીના મતદારોએ દર્શાવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરતા પાટીલે કહ્યું કે, આ જીત માત્ર ભાજપની નહીં, પરંતુ દિલ્હી અને દેશના વિકાસ માટેનો એક મહત્વપૂર્ણ નિર્ણય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, દિલ્હીના લોકોને લાગે છે કે, તેમનું ભવિષ્ય માત્ર મોદીજીના હાથમાં સુરક્ષિત છે. 1 કરોડથી વધુ લોકોને રિટર્ન ભરવાની મક્તિ મળી છે, જેનાથી ખરીદ શક્તિમાં વધારો થશે અને અર્થતંત્રમાં સુધારો થશે. સત્તા પ્રાપ્તિ માટે ભાજપ લોકોની સેવા કરે છે અને મોદી સાહેબ કહે છે કે, સત્તા એ પ્રજાહિત માટે હોય છે ના કે, અંગત સ્વાર્થ માટે. ભ્રમ ફેલાવનારા અને ખોટા વચનો આપનારાઓ વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, કેટલાંક લોકોએ ખોટા વચનો આપીને જનતાને ભ્રમમાં મૂકી હતી. પણ હવે તેમનું ખાતું પણ નથી ખૂલ્યું.

આ પણ વાંચો:

  1. સુરતના ચોર્યાસીમાં લોક ડાયરાનું આયોજન, અપેક્ષા પંડ્યા પર ડોલરનો વરસાદ થયો, જુઓ VIDEO
  2. ઓલપાડમાં સરકારી જમીન "દબાણમુક્ત" થઈ, ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરાયા

Last Updated : Feb 9, 2025, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.