મહેસાણા: જિલ્લાના ઉંઝા સ્થિત ઉમિયાધામ મંદિર ખાતે વસંત પંચમીની ઉજવણી થઈ હતી. હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે વસંતપંચમીના તહેવારનું આગવું અને અનેરૂ મહત્વ રહેલું છે. વિદ્યાની દેવી સરસ્વતી માતાનો આજે પ્રાગટ્ય દિવસ ગણવામાં આવે છે. પરિણામે ઉમિયાધામ ઊંઝા મંદિર ખાતે નવીન ધજાનું આરોહણ કર્યું હતું.
આજના દિવસથી માતાજીને કેસુડાના ફૂલથી અભિષેક પૂજા કરી ત્રણ પક્ષ સુધી શ્વેત વસ્ત્ર ધારણ કરાવવાની પરંપરા પણ ચાલી આવે છે. સાથે સાથે માતાજીના મંદિરમાં નવિન ધજાનું આરોહણ આજે શ્રધ્ધાથી અનુસરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, શ્વેત વર્ણ એ શાંતિનું પ્રતિક છે. શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થાન દ્વારા હર્ષભેર અને ઉલ્લાસમય ભક્તિપૂર્ણ વાતાવરણમાં વસંત પંચમીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ભક્તોનું માનવું છે કે, માતાજીના શરણે - દર્શને આવવાથી માતાજીના ભક્તોને પરમ શાંતિનો અનુભવ થાય છે.
ઉમિયાધામ ઊંઝા ખાતે વસંત પંચમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં મંદિરમાં નવીન ધજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. જે શાંતિનું પ્રતિક છે. હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર, વસંત પંચમીનો તહેવાર વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે વિદ્યાના દેવી સરસ્વતી માતાનો પ્રાગટ્ય દિવસ છે. આજના પવિત્ર દિવસે સંવત 1887 માં હાલના વિદ્યમાન શ્રી ઉમિયા માતાજી મંદિર ઉપર સોનાનો કળશ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: