Video: બાઈક તણાયું, બાઈક સવાર માંડ માંડ બચ્યા - BIKE GETS STUCK IN RIVER FLOOD
🎬 Watch Now: Feature Video
Published : Oct 20, 2024, 4:43 PM IST
અમરેલી: જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લાના બાબરા, ચિતલ, સાવરકુંડલા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે અમરેલીના ચિતલ અને રાંઢિયા વચ્ચે બાઇક તણાયું હતું. જે નદીમાં ગરકાવ થયું હતું. અમરેલી જિલ્લાના મોટા ભાગના તાલુકામાં શરુ વરસાદ શરુ થયો છે. જેને લીધે નદીઓના પ્રવાહમાં વધારો થયો છે. ત્યારે પાણીના પ્રવાહમાં બાઇક ચાલકનો વિડીયો સામે આવ્યો હતો. પાણીના ધસમસતા પ્રવાહમાં જવા નીકળેલા બાઇક ચાલકે પૂરના પ્રવાહમાં બાઇક ચલાવી હતી. જેમાં બાઇક તણાઇ હતી. જ્યારે બાઇકસવાર અને બાઇક પાછળ બેઠેલા વ્યક્તિનો બચાવ થયો હતો. બાઇક તણાઇ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે. અમરેલીમાં વરસાદ આવવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.