રાજપીપળામાં એક યુવાન માતાજીના ગરબામાંથી પક્ષી ઘર બનાવે છે અને મફત વિતરણ કરે છે - BIRD HOUSE FROM MATAJI GARBA
🎬 Watch Now: Feature Video
Published : Oct 20, 2024, 10:31 AM IST
|Updated : Oct 20, 2024, 10:49 AM IST
નર્મદા: જિલ્લાના રાજપીપળા શહેરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓનો વ્યવસાય કરતા નીરજ પટેલ અનેક રીતે સેવાકીય કાર્ય કરતા રહે છે. આજે છેલ્લાં પાંચ વર્ષથી માતાજીના ગરબાને પક્ષી ઘર બનાવે છે અને મફત વિતરણ કરે છે, અત્યાર સુધી 10 હજાર માળા બનાવી લોકોમાં વિતરણ કરી ચૂક્યા છે. આ વર્ષે 2100 જેટલા ગરબા લાવી જાતે કાપી અને તાર લગાવી માળા બનાવી લોકોને આપ્યા અને ઘરે ખેતરોમાં ઝાડ પર ઊંચે લગાડવામાં આવે જેથી પક્ષીઓ આસરો મેળવે આમ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ માળા વિતરણ કરી દીધા છે. આ બાબતે નીરજ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી મેળા બાદ બધા માઈ ભક્તો માતાજીના શણગારેલા ગરબા મંદિરે છોડી જતા મંદિરનાં સંચાલકો દ્વારા માતાજીના આ હજારો ગરબા પધરાવવા પડતાં જોકે, આ બાબતનું મને ધ્યાન જતાં હું છેલ્લા પાંચ વર્ષથી આ ગરબાને ટેમ્પો ભરી દુકાને લાવું હું અને મારા સ્ટાફ મિત્રો દ્વારા કટરથી કાપુ અને માળો બનાવી લોકોને નિશુલ્ક આપુ જેથી પક્ષીઓને ઘર મળી શકે.