WATCH: 'મા તે મા' કહેવત સાર્થક બની, અમરેલી ગામે સિંહનો શિકાર કરતો વીડિયો થયો વાયરલ જુઓ... - VIRAL VIDEO OF A LION HUNTING
🎬 Watch Now: Feature Video
Published : Oct 20, 2024, 4:59 PM IST
અમરેલી: અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલમાં સિંહનો વીડિયો વાયરલ થતા વધુ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લાના ડેડાણ ગામે શિકાર કરતા સિંહનો વીડિયો વાયરલ થયો છે. જેમાં 4 સિંહો શિકાર માટે ટળવળતા સીસીટીવીમાં થયા કેદ થયા છે. જેમાં જોવા મળે છે કે સિંહ વાછરડીનો શિકાર કરવા જાય છે ત્યાં વાછરડીની માતા ગાય સિંહ પાછળ દોડ લગાવી અને વાછરડીને બચાવી લે છે. અઠવાડિયા પહેલાં સિંહોએ લગાવેલા આંટાફેરાના વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારેે આજે વધુ એક આવો વીડિયો વાયરલ થયો છે. જેમાં અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વન જીવ પસાર થાય તો નજીક ના વન વિભાગને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે.