ETV Bharat / state

દિવાળીની સાફસફાઈ કરવા આવેલા શખ્સોએ કરી હાથની સફાઈ, રાજકોટમાં પાંચ ઘરફોડ ચોરોની ધરપકડ

દિવાળીમાં સાફ સફાઈના કામકાજ માટે આવેલા પાંચ ચોરોએ અલગ-અલગ જગ્યાએ 34 લાખથી પણ વધુ ચોરી કરી છે. પાંચેયને રાજકોટ પોલીસે ઝડપી લીધા છે.

દિવાળીની સાફસફાઈ કરવા આવેલા વ્યક્તિઓએ કરી ચોરી
દિવાળીની સાફસફાઈ કરવા આવેલા વ્યક્તિઓએ કરી ચોરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 8:46 PM IST

રાજકોટ: દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે લોકો પોતાના ઘરની સાફ-સફાઈ તેમજ રંગ રોગાન કરવા માટે પરપ્રાંતીય મજૂરોને કામકાજ અર્થે રાખતા હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં માત્ર એક મહિનામાં મજૂરોની આડમાં રહેલા પાંચ જેટલા વ્યક્તિઓએ મોટી રકમની ચોરી કરી છે. આ ઘરફોડ ચોરોએ ચારથી વધુ જગ્યાએ ચોરી કરીને કુલ 34 લાખથી પણ વધુની રકમનો મુદ્દામાલ ચોરી કર્યો છે. તમને જણાવી દઈએ કે, પોલીસ દ્વારા 31 લાખથી વધુના મુદ્દામાલ સાથે આ પાંચ ઘરફોડ ચોરોની ધરપકડ કરી છે.

૧૪ લાખની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું: રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં જ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 14,00,000 રોકડ રૂપિયાની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. ઘટના એમ બની હતી કે, પટેલ વેપારી દ્વારા ઘરની સાફ-સફાઈ કરવા માટે બહારથી માણસો બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ઘરની સાફ-સફાઈ સહિત કામ કરવા આવેલા મજૂરોએ ઘરમાં રાખવામાં આવેલા રોકડ 14 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

સફાઈના કામકાજ માટે આવેલા પાંચ ચોરોએ અલગ અલગ જગ્યાએ 34 લાખથી પણ વધુ ચોરી કરી (Etv Bharat Gujarat)

આ પાંચ વ્યક્તિઓ છે આરોપી: આ સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન તાલુકા પોલીસને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, ચોરીની ઘટનામાં સામેલ મુખ્ય આરોપી 37 વર્ષીય પ્રભુલાલ મીણા સહ આરોપી સાથે ગોંડલ ચોકડી તરફ જઈ રહ્યો છે. અને અંતે પોલીસ દ્વારા પ્રભુલાલ મીણા તેમજ 29 વર્ષીય બંસીલાલ મીણાને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ ત્યારબાદ તેમની પૂછપરછ કરતા અન્ય વ્યક્તિઓના નામ પણ ખુલ્યા હતા. જેમાં કાનુરામ ઉર્ફે કાંતિ મીણા, ગોપાલ ઉર્ફે ભુપેશ શંકર મીણા તેમજ પવન થાવરચંદ્ર મીણા સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય બે સ્થળે ચોરીની કબુલાત આપી: આરોપીઓની પૂછપરછમાં તેમણે ન માત્ર સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા શાલીગ્રામ એપાર્ટમેન્ટમાં ચોરી કરી હતી, પરંતુ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અન્ય બે જગ્યાએ તેમજ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. જાણવા જેવી બાબત એ છે કે, અહીં ચોરોએ માત્ર ચાર જેટલી ઘરફોડ ચોરીમાં 34 લાખથી વધુની માલની ચોરી કરી છે.

આરોપી 17 વર્ષથી રાજકોટ શહેરમાં રહે છે: પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી પ્રભુલાલ મીણા છેલ્લા 17 વર્ષથી રાજકોટ શહેરમાં રહે છે. તે કલર કામ અને સફાઈ કામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. જેથી દિવાળી પૂર્વે લોકો તેને સાફ-સફાઈ તેમજ રંગકામ માટે બોલાવતા હોય છે. એક મહિના પૂર્વે તેણે રાજસ્થાનથી પોતાના ચાર જેટલા પરિચિતોને રાજકોટ બોલાવ્યા હતા. આ પાંચેય જણા દિવાળીના તહેવાર અંતર્ગત સાફ-સફાઈના કામ માટે મકાન માલિકની નજર ચૂકવીને ઘરમાં રહેલ રોકડ રકમની ચોરી કરતા હતા.

આ પણ વાંચો:

  1. દિવાળી પહેલા આનંદોઃ ગુજરાત સરકારે વર્ગ 4ના કર્મચારીઓ માટે કરી ખાસ જાહેરાત, જાણો કેટલું મળશે બોનસ
  2. અંકલેશ્વરની GIDCમાં ધમધમતી નશાની ફેક્ટરી ઝડપાઈ, 14 લાખથી વધુનું MD ડ્રગ્સ જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.