વડોદરામાં આજવા સરોવરની સપાટી 212.30 ફૂટ પર પહોંચી, 62 દરવાજા ખોલાયા, જુઓ વીડિયો - ગુજરાતીસમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8459092-thumbnail-3x2-qwe.jpg)
વડોદરા: શહેરની જીવાદોરી સમાન આજવા સરોવરની સપાટી આજે સવારે 212.30 ફૂટ પર પહોંચી હતી. આજવા સરોવરની ભયજનક સપાટી 214 ફૂટ છે. દરમિયાન આજવા સરોવરમાં પાણીનું લેવલ જાળવી રાખવા આજે 62 દરવાજા ખોલવામાં આવ્યા હતા. અંદાજે 3150 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી એક આયોજનના ભાગરૂપે છોડવામાં આવી રહ્યું છે. હાલ વિશ્વામિત્રી નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યાં છે.