કચ્છ: જિલ્લાના લખપત વિસ્તારમાં આવેલ લિગ્નાઇટ ખાણમાં સાઉથની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. સાઉથની ફિલ્મના કલાકારો દુલકર સલમાન અને રોહિણી શર્મા શૂટિંગમાં જોડાયા છે. સાઉથની તેલુગુ ફિલ્મ 'આકાશમ લો ઓકા તારા'નું શૂટિંગ કચ્છમાં થઈ રહ્યું છે જેનું નિર્દેશન ડાયરેક્ટર પવન સદિનેની કરી રહ્યા છે.
સાઉથની આકાશમ લો ઓકા તારા ફિલ્મનું શૂટિંગ: દયાપર ગામના ભરત ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 'સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા દુલકર સલમાન અને અભિનેત્રી રોહિણી શર્મા 'આકાશમ લો ઓકા તારા' ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. કચ્છના લખપત વિસ્તારમાં પ્રથમ વખત કોઈ તેલુગુ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. ફિલ્મની ટીમ મોટી સંખ્યામાં વાહનો સાથે સ્થળ પર પહોંચી છે અને લખપતના માઈન્સ વિસ્તારમાં અલગ-અલગ લોકેશન્સ પર શૂટિંગ કરવામાં આવી રહ્યું છે.'
![સાઉથની ફિલ્મનું કચ્છની લિગ્નાઇટ ખાણમાં થઈ રહી છે શૂટિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-05-movie-shooting-video-story-7209751_08022025135133_0802f_1739002893_749.jpg)
ફિલ્મ તેલુગુ, મલયાલમ, તમિલ અને હિન્દીમાં રિલીઝ થશે: 'આકાશમ લો ઓકા તારા' જેનો અનુવાદ 'અ સ્ટાર ઇન ધ સ્કાય' થાય છે જે એક તેલુગુ ભાષાની ફિલ્મ છે, જેનું નિર્દેશન પવન સદીનેની દ્વારા કરવામાં આવ્યું છે અને નિર્માણ સંદીપ ગુન્નમ અને રામ્યા ગુન્નમ દ્વારા લાઇટ બોક્સ મીડિયા હેઠળ કરવામાં આવ્યું છે. જ્યારે તે સ્વપ્ના સિનેમા અને ગીતા આર્ટ્સ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે છે. આ ફિલ્મ તેલુગુ, મલયાલમ, તમિલ અને હિન્દીમાં માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં રિલીઝ થવાની છે.
![સાઉથની તેલુગુ ફિલ્મ આકાશમ લો ઓકા તારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-05-movie-shooting-video-story-7209751_08022025135133_0802f_1739002893_220.jpg)
![સાઉથની તેલુગુ ફિલ્મ આકાશમ લો ઓકા તારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-05-movie-shooting-video-story-7209751_08022025135133_0802f_1739002893_361.jpg)
કચ્છની આ ખાણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બનશે:
આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા દુલકર સલમાન 'લકી ભાસ્કર' અને 'સીતા રામમ' જેવી હિટ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. સાઉથની આ નવી તેલુગુ ફિલ્મ માટે ઉમરસર લિગ્નાઇટ ખાણની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મના શૂટિંગથી કચ્છની આ ખાણ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બનશે. સાઉથની અનેક ફિલ્મોમાં ખાણના દ્ર્શ્યો હોય છે ત્યારે કચ્છની અંદર પણ અનેક ખાણો આવેલી છે. સાઉથની સુપરહિટ ફિલ્મ કેજીએફ પણ ખાણ અને કોલસા પર આધારિત હતી.
![સાઉથની ફિલ્મનું કચ્છની લિગ્નાઇટ ખાણમાં થઈ રહી છે શૂટિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-05-movie-shooting-video-story-7209751_08022025135133_0802f_1739002893_604.jpg)
![સાઉથની તેલુગુ ફિલ્મ આકાશમ લો ઓકા તારા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-05-movie-shooting-video-story-7209751_08022025135133_0802f_1739002893_725.jpg)
અગાઉ પણ અનેક વખત કચ્છમાં થઈ ચૂક્યું છે ફિલ્મોનું શૂટિંગ:
ઉલ્લેખનીય છે કે, કચ્છ છે તે અનેક વર્ષોથી ફિલ્મના શૂટિંગ માટે મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે અને કચ્છના વિવિધ લોકેશન પર રેફ્યુજી, હમ દિલ દે ચૂકે સનમ, ગોલીયો કી રાસલીલા રામ લીલા, લગાન, મોહેંજો દડો, ગોરી તેરે પ્યાર મે, ધ ગુડ રોડ, નીલકંઠ, રજીયા સુલતાન, D Day, સાઉથની ફિલ્મ મગધીરા જેવી ફિલ્મોનું શૂટિંગ કચ્છના વિવિધ લોકેશન પર થયું છે. તો કચ્છના રણમાં જલ ફિલ્મ, આર. રાજકુમાર, ગુજરાતી ફિલ્મ, કચ્છ એક્સપ્રેસ, જેકી શ્રોફની ફિલ્મ ટુ ઝીરો વન ફોર (2014)નું શૂટિંગ પણ કચ્છના લોકેશન પર કરવામાં આવ્યું હતું.
![સાઉથની ફિલ્મનું કચ્છની લિગ્નાઇટ ખાણમાં થઈ રહી છે શૂટિંગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-02-2025/gj-kutch-05-movie-shooting-video-story-7209751_08022025135133_0802f_1739002893_349.jpg)
ઉમરસર પાસેની લિગ્નાઈટ ખાણના જનરલ મેનેજર નાગેન્દ્રએ Etv Bharat સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેલુગુ, મલયાલમ, તમિલ અને હિન્દી ભાષામાં રિલીઝ થનારી 'આકાશમ લો ઓકા તારા' ફિલ્મનું શૂટિંગ ગઈકાલથી ખાણ વિસ્તારમાં થઈ રહ્યું છે અને આજે સાંજ સુધી આ વિસ્તારમાં શૂટિંગનું કામ પૂર્ણ થઈ જશે અને આવતીકાલે શૂટિંગ માટે કલાકારો માતાના મઢ જશે.
આ પણ વાંચો: