ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞની પૂર્ણાહુતી, નીતિન પટેલ રહ્યા હાજર - ઊંઝા લક્ષચંડી મહાયજ્ઞ
🎬 Watch Now: Feature Video
મહેસાણા: લક્ષચંડી મહાયજ્ઞમાં 5 દિવસના મહામહોત્સવ બાદ પાંચમાં દિવસે પૂર્ણાહુતી થઈ હતી. જેના અંતિમ દિવસે પણ નાયબ મુખ્યપ્રધાન અને ઉત્તર પ્રદેશનાના રાજ્યપાલ આનંદીબેન પટેલે હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. આ યજ્ઞમાં અંદાજે 30 લાખ લોકોએ માતાજીના સાનિધ્યમાં સ્થપાયેલી યજ્ઞશાળા અને નિજમંદિરની મુલાકાત લીધી છે. જેનાથી ઈતિહાસ રચાયો છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે હવનની પૂર્ણાહુતી કરવામાં આવી હતી. જ્યાર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને સમગ્ર મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું.