કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ લીંબડી ખાતે જાહેર સભાને સંબોધી - લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ જિલ્લાની લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર અર્થે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ લીંબડી ખાતે જાહેર સભાને સંબોધી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની વાતો કરી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. લીંબડી પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર કિરીટસિંહ રાણાને જીતાડવા આહવાન કર્યું હતું. આ સભામાં પ્રધાન આર.સી. ફળદુ, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા સહીત જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Last Updated : Oct 24, 2020, 4:34 AM IST