મોરબીની જીવાદોરી મચ્છુ 2 ડેમના 10 દરવાજા ખોલાયા - Latest News of Morbi
🎬 Watch Now: Feature Video
મોરબી: ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ 2 ડેમમાં સતત પાણીની આવક થઇ રહી છે. જેને પગલે ડેમના દરવાજા ખોલવામા આવ્યા છે, જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરી દઈને નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સુચના અપાઈ છે. મોરબીમાં ભારે વરસાદને કારણે સુપ્રસિદ્ધ યાત્રાધામ માટેલમાં આવેલો માટેલીયો ઘરો ઓવરફલો થયો છે. જેનું પાણી મચ્છુ 2 ડેમમાં જતાં ડેમમાં નવા નીરની આવક થઇ છે. મચ્છુ 2 ડેમમાં પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. મચ્છુ નદી બે કાંઠે વહી રહી છે.તો નદીના પટમાં ન જવા તંત્ર દ્વારા સુચના આપી દેવામાં આવી છે.