કોરોનાના કહેર વચ્ચે કિન્નરો પણ જોડાયા જનજાગૃતિ અભિયાનમાં - કિન્નરો દ્વારા માસ્કનું વિતરણ
🎬 Watch Now: Feature Video
સુરતઃ કોરોનાની દહેશત વચ્ચે દેશભરમાં માસ્કની ભારે ડિમાન્ડ છે અને કેટલીક જગ્યાએ અછત પણ જોવા મળી રહી છે. આ વચ્ચે લોકોને કોરોના વાઈરસથી બચવા માટે માસ્ક પહેરી અને જીવન બચાવવા સુરતનો કિન્નર સમાજ જનજાગૃતિ અભિયાનમાં જોડાયો હતો. કિન્નર સમાજ દ્વારા બાઇક સવારોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે જ 'માસ્ક પહેરો, કોરોના ભગાઓ' સૂત્રોચ્ચાર કરી કોરોના વાઈરસથી બચવા માટે સતર્ક રહેવા જણાવ્યું હતું. સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં કિન્નરો ભેગા થયા હતા. હાથમાં માસ્ક લઈને તેઓ વાહનચાલકોને નિશુલ્ક વિતરણ કરી રહ્યા હતા.