ETV Bharat / business

તૈયાર થઈ જાવ ! ટાટા કેપિટલ બોર્ડે IPO યોજનાને મંજૂરી આપી - TATA CAPITAL IPO

ટાટા કેપિટલના બોર્ડે IPO યોજનાને મંજૂરી આપી દીધી છે. જાણો ટાટા કેપિટલ અને તેના IPO અંગે વિગતવાર માહિતી...

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (Getty Image)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 25, 2025, 12:56 PM IST

મુંબઈ : વર્ષ 2023 માં ટાટા ટેક્નોલોજીસના બમ્પર લિસ્ટિંગ બાદ ટાટા ગ્રુપની કંપની ટાટા કેપિટલના IPO લોન્ચ થવા તૈયાર છે. ટાટા કેપિટલના બોર્ડે IPO યોજનાને મંજૂરી આપી દીધી છે. જાણો બોર્ડે શું નિર્ણય લીધો...

ટાટા કેપિટલ IPO : ટાટા કેપિટલના બોર્ડે 25 ફેબ્રુઆરીના રોજ જણાવ્યું હતું કે, તેણે પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટેની યોજનાને મંજૂરી આપી છે, જેમાં 23 કરોડ સુધીના ઇક્વિટી શેરનો નવો ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા વેચાણ માટે ઓફરનો સમાવેશ થશે. બોર્ડે કંપનીના હાલના શેરધારકોને રાઇટ્સ બેઝિસ પર રૂ. 1,504 કરોડ સુધીના શેર જારી કરવાનો નિર્ણય લીધો છે.

શા માટે ટાટા ગ્રુપે લીધો નિર્ણય ? નોંધનીય છે કે, 2023 માં ટાટા ટેક્નોલોજીસના બમ્પર લિસ્ટિંગ બાદ ટાટા ગ્રુપની કોઈપણ કંપનીનો આ પહેલો IPO હશે. ટાટા ગ્રુપનું આ પગલું 'ઉપલા સ્તર' NBFCs માટે સૂચનાના ત્રણ વર્ષની અંદર એટલે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં લિસ્ટેડ થવાની RBI ની ફરજિયાત જરૂરિયાતને અનુરૂપ છે. ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ નિયમનકારની યાદીમાં છે, જે જાન્યુઆરી 2024 માં ટાટા કેપિટલ સાથે મર્જ થઈ હતી.

ટાટા કેપિટલ માટે આટલું જાણી લો...

ટાટા કેપિટલ એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ (NBFC) ફર્મ છે અને ટાટા સન્સની પેટાકંપની છે, જે બિઝનેસ ગ્રુપની મુખ્ય રોકાણ હોલ્ડિંગ કંપની છે. ટાટા કેપિટલની સ્થાપના 2007 માં થઈ હતી અને તે વિવિધ પ્રકારની લોન ઓફર કરે છે. જેમાં હોમ લોન, પર્સનલ લોન, બિઝનેસ લોન અને પ્રોપર્ટી સામે લોનનો સમાવેશ થાય છે. તે મની મેનેજમેન્ટ અને રોકાણ સેવાઓ પણ પૂરી પાડે છે.

ક્રિસિલ રેટિંગ્સના સપ્ટેમ્બરના અહેવાલ મુજબ 31 માર્ચ, 2024 સુધીમાં કંપનીનું AUM રૂ. 158,479 કરોડ હતું. 31 માર્ચ, 2024 સુધીમાં ટાટા સન્સ ટાટા કેપિટલ લિમિટેડના 92.83 % ઇક્વિટી શેરની સીધી માલિકી ધરાવતા હતા, જ્યારે બાકીનો બહુમતી હિસ્સો ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ અને ટ્રસ્ટો પાસે હતો.

ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરમાં ઉછાળો : ટાટા કેપિટલ IPO ના સમાચાર પછી ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેરના ભાવમાં 7 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેર 7.20 ટકાના વધારા સાથે રૂ. 6,169.50 પર ટ્રેડ થઈ રહ્યા હતા. ટાટા કેપિટલે IPO યોજનાને મંજૂરી આપી છે, જે હેઠળ કંપની 23 કરોડ નવા શેર જારી કરશે. આ સાથે હાલના શેરધારકો પણ ઓફર-ફોર-સેલ દ્વારા તેમના શેર વેચશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.