નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતી સમુદાયના શિષ્યવૃત્તિ લાભાર્થી બાળકોની સંખ્યામાં કથિત ઘટાડો થવાનો આક્ષેપ લગાવ્યો છે, અને આરોપ મૂક્યો છે કે 'સબકા સાથ, સબકા વિકાસ'નું સૂત્ર નબળા વર્ગની અપેક્ષાઓની મજાક ઉડાવે છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક ચાર્ટ શેર કર્યો જેમાં ઉલ્લેખ છે કે, SC, ST, OBC અને લઘુમતી બાળકો માટે શિષ્યવૃત્તિના લાભાર્થીઓમાં મોટો ઘટાડો આવ્યો છે. ખડગેએ 'X' પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત કરેલી પોસ્ટમાં કહ્યું કે નરેન્દ્ર મોદીજી, તમારી સરકારે દેશના SC, ST, OBC અને લઘુમતી યુવાનોની શિષ્યવૃત્તિ હડપ કરવાનું કામ કર્યુ છે.
.@narendramodi जी,
— Mallikarjun Kharge (@kharge) February 25, 2025
देश के SC, ST, OBC और Minority वर्ग के युवाओं की छात्रवृत्तियों को आपकी सरकार ने हथियाने का काम किया है।
ये शर्मनाक सरकारी आँकड़े बताते हैं कि सभी वज़ीफों में मोदी सरकार ने लाभार्थियों की भारी कटौती तो की है, साथ ही औसतम साल-दर-साल 25% फंड भी कम ख़र्च किया… pic.twitter.com/JG7cDkkbs8
તેમણે દાવો કર્યો હતો કે આ શરમજનક સરકારી આંકડા દર્શાવે છે કે મોદી સરકારે તમામ શિષ્યવૃત્તિઓમાં લાભાર્થીઓની સંખ્યામાં માત્ર ધરખમ ઘટાડો કર્યો નથી, પરંતુ સરેરાશ વાર્ષિક ધોરણે 25 ટકા ઓછું ભંડોળ પણ ખર્ચ્યું છે. ખડગેએ પૂછ્યું કે જ્યાં સુધી દેશના નબળા વર્ગના વિદ્યાર્થીઓને તકો નહીં મળે અને તેમની કુશળતાને પ્રોત્સાહિત કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણે આપણા દેશના યુવાનો માટે નોકરીઓ કેવી રીતે વધારી શકીશું? તેમણે આરોપ લગાવ્યો કે તમારું 'સબકા સાથ, સબકા વિકાસ'નું સૂત્ર દરરોજ નબળા વર્ગોની અપેક્ષાઓની મજાક ઉડાવે છે.
આ પહેલા રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી (BJP) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે, બંને બંધારણની વિરુદ્ધ છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતમાં વિચારધારાનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક તરફ કોંગ્રેસ પાર્ટી બંધારણમાં માને છે અને તેના માટે લડી રહી છે.
બીજી તરફ, આરએસએસ અને ભાજપ જે ભારતીય બંધારણ, બી.આર. આંબેડકર અને મહાત્મા ગાંધીના બંધારણની વિરુદ્ધ છે, તેને નબળો પાડે છે અને તેનો નાશ કરવા માંગે છે. ભારતીય બંધારણ એ માત્ર એક પુસ્તક નથી પરંતુ ભારતની હજારો વર્ષ જૂની વિચારસરણી છે. આ બંધારણમાં ભારતના મહાન લોકોના અવાજો અને વિચારો છે.