વડોદરા: વડોદરા શહેરના વાઘોડિયામાં અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈનની કામગીરી કરતા શ્રમિકો વચ્ચે થયેલી સામાન્ય તકરારમાં એક શ્રમિકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી, જે અંગે પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
100 નંબર પર મળી બાતમી: પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા શહેરના વાઘોડિયા નજીક નિમેટા જવાના માર્ગ પાસે કેટલાક શ્રમિકો અંડરગ્રાઉન્ડ લોખંડની પાઈપ કામગીરી કરી રહ્યા હતા. જે દરમિયાન શ્રમિકો વચ્ચે તકરાર થઈ હતી. જેમાં રાહુલસિંગ અને સદાનંદ પપ્પુ નામના શ્રમિકો પર આરોપ છે કે, તેમને સંજયકુમારસિંગ સત્યનારણ નામના શ્રમિક સાથે તકરાર થઈ હતી. જેથી વાત વણસતા આરોપીઓએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસે આરોપીઓને ઝડપી લીધા: પોલીસે જણાવ્યા અનુસાર મૃતક શ્રમિકના શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું છે. આ સમગ્ર ઘટના અંગે 100 નંબર પર માહિતી આપવામાં આવી હતી. જેથી વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આરોપી શ્રમિક રાહુલસિંગ અને સદાનંદ પપ્પુ નામના આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઘટનાને જોતા કોન્ટ્રાક્ટર ચોંકી ઉઠ્યો: વાઘોડિયા નજીક બનેલી ઘટનાની જાણ સાઈટ કોન્ટ્રાક્ટરને થતા તેઓ નિમેટા સરદાર સરોવર નિગમના ક્વાર્ટર ખાતે આવ્યા હતા. નિગમના ફ્લેટમાં પહોંચેલ કોન્ટ્રાક્ટરે રુમના હોલમાં ફર્શ અને દિવાલ પર લોહીના નિશાનો જોતા કોન્ટ્રાક્ટર ચોંકી ઉઠ્યો હતો. રુમમાં વધુ તપાસ કરતા બાથરુમમાં સંજયકુમારસિંઘ નિર્વસ્ત્ર હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
આ પણ વાંચો: