રાજ્યમાંથી પોતાના વતન તરફ જઇ રહેલા હજારો લોકો રતનપુર બોર્ડર પર અટવાયા - Dungarpura latest news
🎬 Watch Now: Feature Video

ડૂંગરપુરઃ કોરોના વાઇરસની મહામારીના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં લોકડાઉન જાહેર કર્યુ છે. લોકડાઉનની ઘોષણા બાદ તરત જ બધા રાજ્યોએ પોતાની સરહદ બંધ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં બીજા રાજ્યમાંથી આવેલા લોકોની રોજી રોટી પર સંકટ આવતા તે લોકો રાજ્ય છોડી પરત પોતાના વતન તરફ જઇ રહ્યાં છે. ગુજરાત રાજસ્થાનને જોડતી રતનપુર બોર્ડર પર હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા છે. રાજસ્થાન જ નહીં, પરંતુ ગુજરાતમાં કામ કરતા જુદા જુદા રાજ્યોના લોકોને બોર્ડર પર રોકી દેવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોને જોતાં જિલ્લા પ્રશાસને તરત જ ડોક્ટર્સની ટીમ બોલાવી તપાસ શરુ કરાવી હતી. ભીડને જોતાં લાગી રહ્યું છે કે, અહીં કોરોના રોગચાળાને રોકવા અંગેની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું નથી.