નડિયાદમાં મુખ્ય દંડક પંકજ દેસાઈ દ્વારા દાંડીમાર્ગના મજબૂતીકરણની કામગીરીનો પ્રારંભ કરાવાયો - Nadiad news today

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 20, 2019, 4:55 PM IST

નડિયાદ: માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલય ભારત સરકાર અને માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા દાંડીમાર્ગનું મજબૂતીકરણ કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. જેનું બુધવારે નડિયાદ સંતરામ શાક માર્કેટ પાસે ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નડીયાદ નગરપાલિકાના સભ્યો, ભાજપના અગ્રણીઓ સહીત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા 12.87 કરોડના ખર્ચે ખેડા જિલ્લાના ડભાણ-નડીયાદ સિટી ડીડીઆઇટી રોડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 64 ( દાંડીમાર્ગ )ના KM 63 /770 થી 71 /200 સુધીના દાંડીમાર્ગના મજબૂતીકરણની કામગીરી હાથ ધરાઈ છે. જે અંતર્ગત આ દાંડીમાર્ગને નવીન રૂપ આપવામાં આવશે. રોડની બંને બાજુ ફૂટપાથ બનાવાશે તેમજ નવીન સ્ટ્રીટલાઈટ નાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.