સુરત: સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી જગદંબાનગર સોસાયટીમાં ગુરુવારે રાત્રે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતક ગણેશ વાઘ, જે અગાઉના એક હત્યા કેસમાં આરોપી હતો, તેના મિત્રો સાથે બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર ઘાતકી હથિયારો વડે હુમલો કર્યો હતો.
યુવકની ઘાતકી હત્યા: પોલીસના જણાવ્યા અનુસાર, ગણેશ વાઘ ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુની હત્યાના કેસમાં મુખ્ય આરોપી હતો. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં ડીંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
DCP ભગીરથ ગઢવીના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને શકમંદોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પોલીસ હત્યા મિત્રોમાંથી કોઈએ કરી છે કે અન્ય શખ્સો દ્વારા કરવામાં આવી છે તે દિશામાં તપાસ કરી રહી છે.
![સુરતના ડિંડોલીમાં એક યુવકની અજાણ્યા શખ્સોએ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-02-2025/gj-surat-rural02-htya-gj10065_09022025152759_0902f_1739095079_895.jpg)
પોલીસ દ્વારા તપાસ કરાઈ: ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે હત્યામાં વપરાયેલા હથિયારો અંગે મહત્વની માહિતી આપશે. પોલીસે મૃતક દેવાના પરિવારજનો અને જૂની અદાવત ધરાવતા લોકોની પૂછપરછ કરવાની યોજના બનાવી છે. ઘટના સમયે ગણેશ સાથે હાજર મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો: