કેશોદમાં જુદા જુદા મહિલા સંગઠનો દ્વારા કોરોના વોરિયર્સોને રાખડી બાંધવામાં આવી - કેશોદમાં કોરોના વોરિયર્સોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: કેશોદના રાષ્ટ્ર શકિત એકતા મંચ ગૃપ, બહ્મનારી શકિત મહિલા ગૃપ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ગૃપની હોદેદાર મહિલાઓ દ્વારા વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી સ્વદેશી વસ્તુ અપનાવી રાષ્ટ્ર પ્રેમની ભાવના સાથે જાતે રાખડીઓ બનાવી પવિત્ર શ્રાવણ માસમાં ભોળાનાથના હોમ અભિષેક કરીને કેશોદમાં કોરોના વોરિયર્સોને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી રાષ્ટ્ર પ્રેમનો સંદેશ આપ્યો હતો. આ સાથે કેશોદ પ્રેસ કલબનાં હોદેદારોને રક્ષાબંધનની શુભ કામના સાથે કોરોના વોરિયર્સ તરીકેની ફરજ બજાવવા બદલ વિવિધ મહિલા ગ્રૂપના પ્રમુખ મમતાબેન રાવલે તમામ પત્રકારોને પણ શુભેચ્છા પાઠવી હતી.