જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હાથરસ દુષ્કર્મ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શનિવારના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે હાથરસ દુષ્કર્મ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે તેઓની માગ છે કે, તમામ આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને પીડિતાના પરિવારને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે. વિશ્વ હિન્દુ પરિષદમાં દુર્ગાવાહિની શાખા દ્વારા પણ હાથરસ દુષ્કર્મને વખોડવામાં આવ્યો છે. તેમજ દુર્ગાવાહિની શાખાની મહિલાઓએ તમામ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ કરી છે.