અમદાવાદના શાહીબાગમાં ઝાડ ધરાશાયી, વાહનચાલકો પરેશાન - હવામાન વિભાગ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે હજી પણ બે દિવસથી ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રવિવારે સાંજથી શરૂ થયેલા વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાઇ જવાની સમસ્યા સર્જાઈ હતી. પૂર્વમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાઈ હતી. સોમવારે વહેલી સવારે શાહીબાગ અંડર બ્રિજ પાસે ઝાડ ધરાશાયી થતા વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં સામાન્ય વરસાદમાં પણ ઝાડ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ઝાડ કલાકો સુધી ન હટાવવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી થતી હોય છે. બીજી તરફ શહેરમાં વરસાદ પડ્યા પછી ખાડાઓનું સામ્રાજ્ય બની જતું હોય છે અને મસમોટા ભુવા શહેરના અનેક રસ્તાઓ પર જોવા મળતા હોય છે.