પોરબંદર ચોપાટી કિનારે ફસાયેલા જહાજને ક્રેનની મદદથી પરત સમુદ્રમાં મુકાયું - ઓમ દત્તા સિંધીરાજ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8505866-1089-8505866-1598010495813.jpg)
પોરબંદરઃ જિલ્લામાં થોડા દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને ત્રણ નંબરનું સિગ્નલ પણ બંદર પર લગાવવામાં આવ્યું હતું. ભારે પવનના કારણે 12 ઓગષ્ટના રોજ જેટી પર પાર્ક કરવામાં આવેલ એક ઓમ દત્તા સિંધીરાજ નામનું પ્રાઇવેટ જહાજ લંગરથી છુટું પડી ચોપાટી કિનારે પહોંચી ગયું હતું. જ્યારે મહામુસીબતે ત્રણથી ચાર ક્રેનની મદદથી તેને સમુદ્રમાં ફરતું મુકી જેટી પર પાર્ક કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બંદર પર પાર્કિંગની સમસ્યા હોવાના કારણે મોટા જહાજોને પાર્ક કરવાની સમસ્યાનો પ્રશ્ન છે. સરકાર દ્વારા વહેલી તકે ધ્યાને લઇ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે એવી અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે.