મહીસાગરના દરિયાપુરા ગામે લીમડાનું વૃક્ષ લોકોમાં બન્યું આસ્થાનું કેન્દ્ર
🎬 Watch Now: Feature Video
મહીસાગર: ખાનપુરના દરિયાપુરા ગામે લીમડાનું વૃક્ષ લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. લીમડાના વૃક્ષમાં નારીયેળના પાણીના સ્વાદ જેવુ મીઠું પાણી વહેતા લોકો આ દુર્લભ દ્રશ્ય જોવા ઉમટ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ, જોવા માટે આવેલા લોકોની સંખ્યા વધતા લીમડાના વૃક્ષમાં પાણીની આવકમાં પણ વધારો થાય છે. આ સાથે ગામમાં બનાવેલા રામદેવપીરના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ-મુહૂર્ત કઢાવ્યાના દિવસથી જ આ લીમડાના વૃક્ષમાંથી પાણી નીકળવાનું શરૂ થયું છે. ગામલોકોની માન્યતા મુજબ, આ રામદેવજી મહારાજ પરચો છે, તેથી લોકોએ આ લીમડાની પૂજા શરૂ કરી છે.