ETV Bharat / state

મોરબી જીલ્લાની 3 નગરપાલિકાનું વીજ બિલ બાકી, વીજ કંપનીનું કેટલું બિલ બાકી?

મોરબી જિલ્લાની 3 નગરપાલિકાએ નાદારી નોંધાવી છે અને તેમનું 27 કરોડ રુપિયાનું વીજ બિલ ભરવાનું બાકી છે.

મોરબી જીલ્લાની 3 નગરપાલિકાનું વીજ બિલ બાકી છે
મોરબી જીલ્લાની 3 નગરપાલિકાનું વીજ બિલ બાકી છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

મોરબી: જીલ્લામાં 4 નગરપાલિકાઓ આવેલી છે. તેમાંથી 3 નગરપાલિકા મોરબી, હળવદ અને માળીયા પાલિકાના વીજ બિલ છેલ્લા ઘણા સમયથી ભરવામાં આવ્યા નથી. જેથી કરીને વીજ કંપનીએ 27 કરોડ રૂપિયા આ 3 પાલિકાઓ પાસેથી વસૂલ કરવાના બાકી છે.

મોરબી પાલિકાનું 12 કરોડનું બિલ: છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં અણઘડ વહીવટને કારણે નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગયું છે. નગરપાલિકાઓએ સ્વભંડોળની રકમ પણ વાપરી નાખી છે. જેથી કરીને પાલિકાઓની તિજોરી ખાલીખમ છે. આવી જ પરિસ્થિતિ મોરબી જીલ્લામાં આવેલી 4 પાલિકા પૈકીની 3 પાલિકાની છે. રાજ્યની નગરપાલિકાઓમાં મોરબી પાલિકાનો A ગ્રેડમાં સમાવેશ થાય છે.

મોરબી જીલ્લાની 3 નગરપાલિકાનું વીજ બિલ બાકી છે (Etv Bharat Gujarat)

2 વર્ષથી પાલિકાએ એક પણ બિલ ભર્યું નથી: જો કે, હવે પાલિકાની તિજોરીના તળિયા દેખાઇ આવ્યા હોય તેવી પરિસ્થિતિ દેખાઇ છે. જેથી વર્ષ 2022 માં ઝુલતો પુલ તૂટ્યો ત્યારથી પાલિકાએ એક પણ બિલ ભર્યું નથી. એટલે 2 વર્ષથી બિલ ભર્યું ન હોવાથી હાલમાં મોરબી પાલિકાનું 12 કરોડ જેટલું બિલ બાકી છે. આમ જ હળવદ પાલિકાએ પણ છેલ્લા ઘણા વર્ષોથી વીજ બિલની રકમ ભરી નથી. જેથી તેનું 15 કરોડથી વધુનું બિલ બાકી છે અને માળીયા પાલિકાનું પણ 67 લાખ જેટલું બિલ ભરવાનું બાકી છે.

3 પાલિકાનું 27 કરોડનું વીજ બિલ બાકી: આ પાલિકાઓમાં કોઈ આવક કે બચત ન હોવાથી હાલમાં આ ત્રણેય પાલિકાને વીજ બિલ ભરવાના પણ ફાંફા થઈ ગયા છે અને વીજ બિલ ભરવા માટે હાલમાં સરકાર પાસેથી ગ્રાન્ટ માંગવામાં આવી છે. તેવું પાલિકાના અધિકારી જણાવી રહ્યા છે. મોરબી જિલ્લાની 3 પાલિકાનું 27 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે. તે રકમ પાલિકાઓ દ્વારા વીજ કંપનીની તિજોરીમાં ક્યારે ભરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે.

વીજ કંપનીનું બિલ સતત વધી રહ્યું છે: અત્રે ઉલેખનીય છે કે, લોકોના ઘર સુધી પાણી પહોચાડવા માટે તેમજ સ્ટ્રીટ લાઇટો ચાલુ રાખવા માટે જે વીજ પુરવઠો વપરાય છે. તેનું બિલ પાલિકાએ ભરવાનું હોય છે અને આ રકમ ભરવા માટે મિલકત ધારકો પાસેથી પાલિકા દ્વારા ટેક્સ રૂપે રૂપિયા લઈ લેવામાં આવે છે. જો કે, પાલિકા એ રૂપિયા વીજ કંપનીમાં જમા કરાવતી નથી. જેથી કરીને વિજ કંપનીનું બિલ સતત વધી રહ્યું છે.

આ પણ વાંચો:

  1. ભેજાબાજોની તિકડમ: 15 દિવસમાં બનાવી નાખી ટોકિઝમાંથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં છાપ્યું CP-JCPનું નામ
  2. ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત, વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનોનો આક્ષેપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.