ETV Bharat / state

ખ્યાતિ હોસ્પિટલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈઃ પોલીસ કમિશનર - KHYATI HOSPITAL CASE

બનાવના આટલા દિવસો બાદ જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે તેને લઈને વિવિધ સવાલો ઊભા થઈ રહ્યા છે.

ખ્યાતિ હોસ્પિટલ કેસ મામલે શું કહ્યું પોલીસ કમિશનરે?
ખ્યાતિ હોસ્પિટલ કેસ મામલે શું કહ્યું પોલીસ કમિશનરે? (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 5:23 PM IST

અમદાવાદઃ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશનના નામે અને ધન લોલુપતાની ચરમસીમાઓ સાથે જે ચીરફાડ કરવામાં આવી તેમાં બે વ્યક્તિના મોત થયા હતા જ્યારે હમણાં વધુ એક વ્યક્તિનું ઓપરેશન બાદ મૃત્યુ થયાના આક્ષેપો થયા હતા. આ મામલે આજે સોમવારે જ્યારે અમદાવાદ પોલીસ કમિશનરને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે મામલો હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસશે તેવું કહ્યું હતું. મામલામાં જ્યાં અત્યાર સુધી તપાસ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવતી હતી.

ખ્યાતિ હોસ્પિટલ કેસ મામલે શું કહ્યું પોલીસ કમિશનરે? (ETV BHARAT GUJARAT)

અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોકટરો, સંચાલકો અને ટ્રસ્ટીઓ પર ગંભીર આરોપ લાગ્યા છે. લોકોને કેમ્પ દ્વારા હોસ્પિટલ ખાતે બોલાવી સરકારી રૂપિયા પડાવવાના હેતુથી એન્જીયોપ્લાસ્ટી કરાતી હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ કડી તાલુકાના બોરીસાણા ગામના બે વ્યકિતના મોત નીપજયા બાદ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. PMJAY યોજનામાં નાણાં ઊભા કરી લેવાના ચક્કરમાં હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા આ ઓપરેશનોને લઈને અત્યાર સુધી અમદાવાદની વસ્ત્રાપુર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ મામલામાં પોલીસ સામે સવાલો ઊભા થઈ રહ્યા હતા કે તજજ્ઞો વગર તપાસ કઈ રીતે યોગ્ય દિશામાં જશે. ઉચ્ચ કોટીની તપાસ માગી લેતી આ ઘટનાને લઈને તપાસ પણ ઉચ્ચ કોટીની થાય તેવી માગ હતી.

અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે આજે પત્રકારો સાથે વાતચિત કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે આ મામલાની તપાસ હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે. જેને લઈને વધુ એક સવાલ એ ઊભો થયો હતો કે તો પછી ક્રાઈમ બ્રાન્ચને અત્યાર સુધી તપાસ કેમ સોંપાઈ ન હતી કે પછી એસઆઈટીની રચના કેમ કરવામાં આવી ન્હોતી. જોકે આ મામલામાં જરા પણ ઢીલું નહીં કપાય તેવું આશ્વાસન અમદાવાદ પોલીસ દ્વારા અગાઉ પણ આપી ચુકાયું છે.

  1. પિતા-પુત્રની જોડીએ કર્યું કચ્છનું નામ રોશન, રશિયામાં યોજાયેલી પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેળવ્યા ગોલ્ડ મેડલ
  2. ભેજાબાજોની તિકડમ: 15 દિવસમાં બનાવી નાખી ટોકિઝમાંથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં છાપ્યું CP-JCPનું નામ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.