ETV Bharat / bharat

બિઅંત સિંહ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજોઆનાની દયા અરજી પર નિર્ણય લેવા વિનંતી કરી - BEANT SINGH ASSASSINATION CASE

સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને રાજોઆનાની દયા અરજી પર બે અઠવાડિયામાં નિર્ણય લેવા વિનંતી કરી હતી.

સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 6:02 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને 1995ના પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહની હત્યામાં દોષિત બબ્બર ખાલસા સમર્થક બલવંત સિંહ રાજોઆનાની પેન્ડિંગ દયા અરજી પર બે અઠવાડિયામાં નિર્ણય લેવા વિનંતી કરી હતી.

જસ્ટિસ બીઆર ગવઈ, પ્રશાંત કુમાર મિશ્રા અને કેવી વિશ્વનાથનની બેન્ચે જણાવ્યું હતું કે, જો 5 ડિસેમ્બરે આગામી સુનાવણી પહેલાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, તો કોર્ટ રાજોઆનાની કામચલાઉ મુક્તિ માટેની અરજી પર વિચાર કરશે. શરૂઆતમાં, બેન્ચે રાજોઆના દ્વારા દાખલ અરજીમાં કેન્દ્ર સરકાર તરફથી વકીલની ગેરહાજરી પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. રાજોઆનાએ તેની દયા અરજી પર નિર્ણય લેવામાં 12 વર્ષના અસાધારણ વિલંબ પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

બેન્ચે કહ્યું કે, આજે આ બાબતનો વિશેષ ઉલ્લેખ હોવા છતાં કેન્દ્ર વતી કોઈ હાજર થયું ન હતું. બેંચે જણાવ્યું કે, બેંચ માત્ર આ બાબત માટે જ બેઠી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના સચિવને નિર્દેશ કર્યો હતો. કે મૃત્યુદંડના દોષી બલવંત સિંહ રાજોઆનાની દયા અરજીને વિચારણા માટે તેમની સમક્ષ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.

બેન્ચે પોતાના આદેશમાં કહ્યું કે, અરજદારની મૃત્યુદંડની સજાને ધ્યાનમાં રાખીને અમે રાષ્ટ્રપતિના સચિવને આ મામલો રાષ્ટ્રપતિ સમક્ષ મૂકવાનો નિર્દેશ આપીએ છીએ અને તેમને 2 અઠવાડિયાની અંદર આ મામલાને ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ. બેન્ચે કહ્યું કે જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો તે રાજોઆના દ્વારા માંગવામાં આવેલી વચગાળાની રાહતના મુદ્દા પર વિચાર કરશે.

સુનાવણી દરમિયાન, રાજોઆનાનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ તેમના અસીલ માટે વચગાળાની રાહત માંગી અને વિલંબનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, આ જ કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા અન્ય લોકોને પણ આ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે તેમની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી અને હવે તેઓને મુક્ત કરવામાં આવ્યા છે. રોહતગીએ સુનાવણી દરમિયાન પૂછ્યું કે, આ વિલંબ તેમના અસીલ માટે કેવી રીતે યોગ્ય છે?

પંજાબ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલે આ કેસથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો. વકીલે કહ્યું કે, અમારી કોઈ ભૂમિકા નથી. આ કેન્દ્રને નક્કી કરવાનું છે, કારણ કે, તેઓ કહે છે કે, તે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ છે. જો કે, બેન્ચે કહ્યું કે, પંજાબમાં ગુનો આચરવામાં આવ્યો છે... કેન્દ્રએ અગાઉ સોગંદનામું દાખલ કરીને કહ્યું હતું કે, તે રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. તમે કેવી રીતે કહી શકો કે તમારી કોઈ ભૂમિકા નથી?" રાજોઆના પંજાબમાં વિદ્રોહ દરમિયાન હિંસક પ્રવૃત્તિઓ માટે જવાબદાર આતંકવાદી શીખ અલગતાવાદી જૂથ બબ્બર ખાલસા સાથે સંકળાયેલા હતા. કેન્દ્રએ કહ્યું છે કે, તેની મુક્તિ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે અને ખાલિસ્તાન તરફી ભાવનાઓના પુનઃ ઉદભવ વિશે ચિંતા સાથે જોડાયેલું છે.

આ પણ વાંચો:

  1. દુષ્કર્મ ગંભીર ગુનો છે, કેસ રદ્દ કરતા પહેલા સમાધાનની તપાસ કરવી જોઈએ, સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી
  2. ગીર સોમનાથ ડિમોલિશન: સુપ્રીમ કોર્ટે 2 ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી, જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.