સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામમાં પ્રેમ પ્રકરણમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગોણેશિયા ગામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર પ્રેમ થયેલી યુવતીને મળવા માટે તલવાર સાથે હોબાળો મચાવ્યો હતો.
યુવતીના પરિવારજનોએ મળવાની ના પાડતા મંગળવારે યુવક તલવાર લઈને બારાસડી પહોંચ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ તો યુવકે તલવાર નીચે મૂકી, પરંતુ જ્યારે હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ તલવાર લેવા ગયા, ત્યારે અચાનક તેણે તલવાર ઉઠાવી નિકેતના માથામાં વાર કર્યો હતો. બીજો વાર કરવાનો પ્રયાસ કર્યો પણ નિકેત ખસી જતાં બચી ગયા હતા.
ગંભીર ઈજાગ્રસ્ત હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિમેશની ધરપકડ કરી હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધ્યો છે. યુવતીના પિતાની ફરિયાદના આધારે જાનથી મારી નાખવાની ધમકી અને લોકોમાં ભય ફેલાવવા બદલ પણ ગુનો નોંધાયો છે.
બીજા દિવસે પોલીસે આરોપીની હાજરીમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જ્યાં તેણે પોતાના કૃત્ય બદલ ગ્રામજનોની માફી માગી હતી અને ભવિષ્યમાં આવું ન કરવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો: