વડોદરાના રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે નર્મદા વિકાસ પ્રધાને ધ્વજવંદન કર્યું - વડોદરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે 74માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે નર્મદા વિકાસ પ્રધાન યોગેશ પટેલે ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ તેમણે કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું હતું અને વૃક્ષા રોપણ પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ રંજન ભટ્ટ, ધારાસભ્ય જીતુ સુખડીયા, મનીષા વકીલ, સીમા મોહિલે, પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ, રેન્જ IG એચ.જી.પટેલ, પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી સહિત ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો હાજર રહ્યા હતા.