લોકડાઉનમાં પોલીસની ઉમદા કામગીરી, મજૂરોને પહોંચ્યા પોતાના માદરે વતન

🎬 Watch Now: Feature Video

thumbnail
ખેડાઃ જિલ્લામાં સેવાલિયા પોલીસ દ્વારા ઉમદા કામગીરી કરી પોલીસ પ્રજાની મિત્ર હોવાની ભાવનાનું માનવતા ભર્યુ ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. કોરોના વાઈરસના સંક્રમણના પગલે રાજ્યમાં લોકડાઉન કરવામાં આવતા અમદાવાદ ખાતે મજૂરી કામ માટે ગયેલા 25 મજૂરો વતનમાં પરત જવા નીકળ્યા હતા. જેમને બસ અને ટ્રેન સહિતનો વાહન વ્યવહાર બંધ થતાં ભૂખ્યા પેટે બે દિવસથી ચાલતા નીકળ્યા હતા. નાના બાળકો અને પરિવાર સાથે મજૂરો અમદાવાદથી ચાલીને પંચમહાલ ખાતે આવેલા તેમના વતન મોરવા અને વાઘજીપુર ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન ખેડાના સેવાલિયા ખાતે પહોંચતા પોલીસ દ્વારા પૂછપરછ કરતા વતન જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. જેના પગલે સમગ્ર હકીકતથી વાકેફ થઇ પોલીસે તેમના માટે જમવા અને આરોગ્યલક્ષી વ્યવસ્થા કરાવી હતી. બાદમાં તેમને વતનમાં પહોંચાડવા માટે પોલીસ દ્વારા વાહન વ્યવસ્થા કરી વતનમાં પહોંચાડવામાં આવ્યા હતા. સેવાલીયા પોલીસની આ ઉમદા કામગીરીને લઈ મજૂરો પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.