મોરબી: કોરોનાકાળમાં સતત સેવા આપનારા યુવાનોને બાઈકની ભેટ - અજય લોરિયા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8592483-696-8592483-1598615195058.jpg)
મોરબીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અમલી બન્યું હતું અને કોરોના કાળમાં જીવના જોખમે જરૂરિયાતમંદ સુધી સેવા પહોંચાડવાનો સેવાયજ્ઞ અજયભાઈ લોરિયા અને તેની ટીમ દ્વારા ચલાવવામાં આવ્યો હતો. જે અનુસંધાને સેવાને બિરદાવતા યુવા અગ્રણી અજયભાઈ લોરિયાએ લોકડાઉનમાં તેની ટીમે કરેલી કામગીરીને આવકારવા અને યુવાનોને પ્રોત્સાહન મળે તે હેતુથી ભેટ સ્વરૂપે 20 બાઈક આપ્યા હતા. જેમાં અગાઉ અજય લોરિયાએ 14 યુવાનોને વાઘપર ગામે હીરો હોન્ડા કંપનીના સ્પ્લેન્ડર મોટરસાયકલ ભેટ આપ્યા હતા. ઉપરાંત વધુ 6 યુવાનોને બાઈકની ગીફ્ટ આપવામાં આવી છે. આ કાર્યક્રમમાં આરએસએસ અગ્રણી ડો. જયંતીભાઈ ભાડેશીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેકટર જે. બી. પટેલ, અધિક કલેકટર કેતન જોષી તેમજ વાઘપર ગામના સરપંચ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અજયભાઈ લોરિયા કોરોના કાળમાં અત્યાર સુધીમાં કુલ 70 હજારથી વધુ માસ્ક અને 10 હજારથી વધુ સેનેટાઈઝરનું વિતરણ કરી ચુક્યા છે. અગાઉ તેઓ પુલવામાં શહીદોના પરિવારને રૂબરૂ મળીને લાખોની સહાય પહોંચાડી ચુક્યા છે.