Model School Dwarka: દ્વારકા જિલ્લાની સરકારી મોડેલ સ્કૂલની દયનિય હાલત - મોડેલ સ્કૂલ દયનિય પરિસ્થિતિમાં
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13940591-thumbnail-3x2-dwar.jpg)
ગુજરાત સરકાર દ્વારા ખંભાળિયા તાલુકાના વીંજલપર ગામે કરોડોના ખર્ચે આધુનિક શિક્ષણ માટે શરૂ કરવામાં આવેલ મોડેલ સ્કૂલમાં (Model School Dwarka) આસપાસના ગામના કુલ 560 વિધાર્થીઓ શિક્ષણ મેળવવા આવે છે, એટલું જ નહીં અહીં આવેલ હોસ્ટેલમાં 100 જેટલી દીકરીઓ પણ અહીં રહી શિક્ષણ મેળવે છે. આ સ્કૂલમાં સારું વતાવરણ છે, સારા ક્લાસરુમ છે, આધુનિક લેબ છે, લાઈબ્રેરી છે બધું જ છે, પરંતુ શાળા નું હૃદય સમાન શિક્ષકોની ઘટ છે. અહીં 560 વિધાર્થીઓ માટે ફક્ત 8 જ શિક્ષકો છે એટલું જ નહીં સાયન્સના શિક્ષકોની પણ ઘટ હોવાથી વિધાર્થીઓને મેથ્સ, સાયન્સ, ઈંગ્લીશ જેવા વિષયોમાં શિક્ષણ મેળવવામાં ખુબજ તકલીફ પડી રહી છે.