સુરતની બોમ્બે માર્કેટમાં બુટ ચંપલ ચોરોનો આતંક સીસીટીવીમાં કેદ - Surat Police
🎬 Watch Now: Feature Video
સુરતઃ શહેરની બોમ્બે માર્કેટમાં બુટ ચંપલ ચોરોનો આતંક સામે આવ્યો છે. અહીં દુકાનદારો અને ગ્રાહકોના બુટ ચંપલ ચોરતા બે શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને આ ફુટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, બે મોઢે માસ્ક પહેરેલા શખ્સો પહેલા દુકાનની બહાર રેકી કરી છે. બે પૈકીનો એક વ્યક્તિ દુકાનની સામે બેસે છે અને અન્ય વ્યક્તિ રેકી કરી ચપળતા પૂર્વક બુટને ખસેડી બીજા ઇસમ પાસે મૂકી દે છે, ત્યારબાદ બીજો વ્યક્તિ તે બુટને કાગળ લપેટી થેલીમાં મૂકી ત્યાંથી ફરાર થઇ જાય છે.