જામનગર: નગર પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે - શિક્ષકો એક દિવસના પ્રતિક ઉપવાસ કરશે
🎬 Watch Now: Feature Video
જામનગર: 4200 ગ્રેડ પે મામલે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી જામનગરમાં ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શનિવારે પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપવાસમાં ગુજરાતની 19 મહાનગરપાલિકા-નગરપાલિકાના 5 હજાર શિક્ષકો જોડાશે અને 4200 ગ્રેડ પે તેમજ ઉચ્ચતર પગારધોરણ વાંધા બાબતે વિરોધ નોંધાવશે. ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગ દ્વારા શુક્રવારે થયેલા સમાધાનમાં ગુજરાત નગર પ્રાથમિક શિક્ષક સંઘનો ઉકેલ નહીં આવતાં વિરોધ કરવામાં આવશે.