સુરેન્દ્રનગર LCBએ લુંટ અને અપહરણના ગુનામાં 4 આરોપીની ધરપકડ કરી - સુરેન્દ્રનગરમાં અપહરણના ગુનામાં 4 આરોપીની ધરપકડ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર 10 દિવસમાં 2 ટ્રકચાલકોને છરી બતાવી કિંમતી માલસામાનની લૂંટ થવાની ઘટના બની છે. જેમાં અમદાવાદના 4 શખ્સો હોવાની બાતમીના આધારે LCBની ટીમે દરોડો કરી તેમની પાસેથી વિવિધ કંપનીના 42 મોબાઇલ, એપલ કંપનીની 4 ઘડીયાળ, 5 હાર્ડ ડીસ્ક, 4 LED ટીવી, 1 એપલનું આઇપેડ, 1 કાર અને રોકડ 53,000 મળી કુલ રૂપિયા 15,87,218નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.