કોરોના ઈફેક્ટ: મહારાષ્ટ્ર અને રાજસ્થાન જતી ST બસો બંધ કરવામાં આવી - Dahod news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6484523-112-6484523-1584718164666.jpg)
દાહોદ: કોરના વાઈરસનો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વ્યાપ વધી રહ્યો હોવાના પગલે દાહોદ ST વિભાગ દ્વારા એમપી અને રાજસ્થાન તરફ જતી બસને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. દાહોદથી બાંસવાડા અને દાહોદથી શિરડી બસ બંધ થતાં મુસાફરો અટવાઈ પડયા છે. મહારાષ્ટ્ર રાજ્ય અને રાજસ્થાન સ્ટેટમાં કોરોના વાયરસની અસર વધુ જોવા મળવાના કારણે ત્યાંના કોરોના વાઈરસના દર્દીઓ ST બસના માધ્યમથી ગુજરાતમાં પ્રવેશી જાય નહીં તે માટે દાહોદ ST વિભાગ દ્વારા આગમચેતીના પગલાઓ ભરવામાં આવ્યા છે.