અમરેલીમાં ST બસના ડ્રાઈવરોને નવા નિયમોનું પાલન કરવાના આદેશ અપાયા - નવા ટ્રાફિક નિયમો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4458857-thumbnail-3x2-ssss.jpg)
અમરેલી: જ્યારે સોમવારથી નવા ટ્રાફિક નિયમો સમગ્ર રાજ્યમાં લાગુ પડ્યા છે, ત્યારે આ ટ્રાફિક ઝુંબેશમાં ST બસના ડ્રાઇવરો નિયમનોનું પાલન કરવા અગ્રેસર બન્યા છે. ટ્રાફિક નિયમોના અમલ કરવામાં આવતા એસ.ટી.ના ડ્રાઇવરોને નિયમનોનું ચુસ્તપણે પાલન કરવા આદેશ કરવામાં આવ્યા છે. અમરેલીના એસ.ટી.નિયામક દ્વારા ટ્રાફિક નિયમો અમલવારી કરવા તમામ ડ્રાઈવર સ્ટાફ તેમજ કંડકટર સ્ટાફને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તથા નિયમોનું ઉલ્લંઘન ના થાય તેવા બનતા પ્રયત્નો કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમજ સીટ બેલ્ટ અને બસ ચલાવતી સમયે નિયમ અનુસાર બસ ચલાવવા તેમણે જણાવ્યું હતું.