વડાપ્રધાન મોદીના જન્મદિવસે સોમનાથમાં કરાઈ વિશેષ પૂજા-અર્ચના - સોમનાથમાં કરાઈ વિશેષ પૂજા-અર્ચના
🎬 Watch Now: Feature Video
ગીર-સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી છે, ત્યારે આજે આખા દિવસ દરમિયાન વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે એમના દીર્ઘાયુ માટે સોમનાથ મહાદેવની વિવિધ પૂજા કરવામાં આવી હતી. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારના હસ્તે મહાપુજા કરવામાં આવ્યું હતુ. તેમજ વડાપ્રધાનના દીર્ઘ આયુષ્ય માટે મંત્રજાપ કરાયાં હતા. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના અધિકારી, કર્મચારી, તીર્થપુરોહિત પણ આ પુજામાં જોડાયા હતા. સાંધ્ય સમયે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. તેમજ રાજ્યસભાના સાંસદ ચુનિભાઇ ગોહેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને સોમનાથ મંદિરે સવાલક્ષ મહામ્રુત્યુંજય જાપ કરાવવામાં આવેલ હતા.