દરિયામાં કરંટ જોવા મળતા જાફરાબાદ બંદર પર લગાવવામાં આવ્યું 3 નંબરનું સિગ્નલ - જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ
🎬 Watch Now: Feature Video

રાજુલાઃ સમગ્ર અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત છે, ત્યારે જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ દરિયા કાંઠે મોજાઓ પણ ઉછળી રહ્યા છે. પીપાવાવ-પોર્ટ, જાફરાબાદ, શિયાળબેટ દરિયાઈ વિસ્તાર પર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. આ સાથે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. વરસાદી વાતાવરણ અને દરિયામાં કરંટને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.