એલ.આર.ડી ભરતી પ્રક્રિયામાં SC,STઅને OBC મહિલાઓને થઈ રહ્યો છે અન્યાય : બીજેપી સાંસદ - MODASA NEWS
🎬 Watch Now: Feature Video

અરવલ્લી : મોડાસામાં શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં આવેલ બીજેપી સાંસદ કિરીટ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, લોક રક્ષક દળ મેરીટ લીસ્ટ બાબતે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એસ.સી,એસ.ટી અને ઓબીસી મહિલા ઉમેદવારો છેલ્લા કેટલાક સમયથી પોતાને ન્યાય મળે તે માટે ઉગ્ર આંદોલન કરી.રહી છે. આથી બંધારણની જોગવાઈ પ્રમાણે નબળા વર્ગના અધિકારોનું રક્ષણ કરવા માટે તાત્કાલિક GAD પરિપત્ર રદ કરવો જોઈએ. જેથી એસ.સી /એસ.ટી, ઓબીસી મહિલાઓને ન્યાય મળે. તેમજ તેમણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને મહિલાઓ ન્યાય આપવા માટે ભલામણ કરી હતી.