હૈદરાબાદ: હૈદરાબાદના વિદ્યાર્થીઓએ ગટરમાં ઝેરી ગેસ છે કે, નહીં તે જાણવા માટે ઓછા ખર્ચામાં એક ડિવાઈસ વિકસાવ્યું છે. જે સફાઈ કામદારોનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. પરંપરાગત ગેસ ડિટેક્ટર્સની સરખામણીમાં આ ઉપકરણ ટકાઉ અને અસરકારક છે. જેનાથી ઉંડા નાળા અને ગટર લાઈન્સમાં હાજર હાઈડ્રોજન સલ્ફાઈડ, મીથેન અને બીજા ઝેરી ગેસોની ઓળખ સરળતાથી કરી શકાશે.
સફાઈ કામદારોને સગવડ રહેશે: ઉસ્માનિયા યુનિવર્સિટી એન્જિનિયરીંગ કોલેજના વિદ્યાર્થીઓની એક ટીમે આ ટકાઉ ડિવાઈસ વિકસાવ્યું છે. આ ડિવાઈસની મદદથી ગટર સિસ્ટમમાં હાનિકારક ગેસને ઓળખી શકાય છે. ભલે મેનહોલ ભરેલો હોય. "સીવેજ મોનેટરિંગ સિસ્ટમ" નામના આ ડિવાઈસનો ઉદ્દેશ્ય સફાઈ કામદારોની સુરક્ષા કરવાનો છે. જેઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને મેનહોલ અને ટાંકાની સફાઈ કરે છે. તમને જણાવી દઈએ કે, ટાંકાની સફાઈ દરમિયાન ઘણીવાર મજૂરોના મોત થઈ જાય છે.
અધિકારીઓને કરે છે સાવચેત: સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર કે. શશિકાંતના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ડિવાઈસમાં ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) ટેક્નિકનો સમાવેશ કર્યો છે. જે દૂરથી જ ગટરની સ્થિતિ પર નજર રાખવામાં સક્ષમ છે. આ સિસ્ટમમાં મીથેન અને હાઈડ્રોજન સલ્ફાઈડ જેવી હાનિકારક ગેસને ઓળખવા માટે સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો મેનહોલ ઓવરફ્લો થાય અથવા હાનિકારક ગેસ હાજર હોય તો આ GPS દ્વારા નોટિફિકેશન વોટર બોર્ડના અધિકારીઓને મળી જશે.
પેટન્ટ કરાવવાની તૈયારી: આ ટેક્નોલોજીને ચંડીગઢમાં આયોજિત સસ્ટેનેબલ સ્માર્ટ સિટીઝ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં દર્શાવવામાં કરવામાં આવી હતી. જેમાં તેની વ્યાવહારિકતા અને ટકાઉપણાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેને બનાવવાનો ખર્ચ માત્ર 2,500 રુપિયા થયો છે. પ્રોફેસર શશિકાંતે જણાવ્યું કે, "ટીમ પેટેન્ટ કરાવવા માટેની યોજના બનાવી રહી છે. જેથી ભવિષ્યમાં સ્વચ્છતાથી જોડાયેલી મોતોને રોકવા માટે આ ડિવાઈસને મોટા પ્રમાણમાં લાગૂ કરવામાં આવી શકે."
આ પણ વાંચો: