ETV Bharat / state

CCTV હેકિંગ કાંડ ગુજરાત વિધાનસભામાં ગાજ્યોઃ હર્ષ સંઘવીએ શું કહ્યું? જાણો - HOSPITAL CCTV HACK

તાજેતરમાં રાજકોટની એક હોસ્પિટલમાંથી મહિલા દર્દીઓની સારવારના CCTV વીડિયો વાયરલ થયા હતા. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં શું કહ્યું જાણો...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 24, 2025, 6:05 PM IST

ગાંધીનગર : તાજેતરમાં રાજકોટની ખાનગી મેટરનીટી હોમમાં મહિલા દર્દીઓની સારવારના CCTV ફૂટેજના વીડિયો વાયરલ થવાની ઘટના બની હતી. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા જણાવ્યું કે, હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સૂત્રધારને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો.

હોસ્પિટલ CCTV ફૂટેજ લીક મામલે ગૃહમંત્રીનો જવાબ...

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટનામાં જે પ્રારંભિક બાબત સામે આવી હતી તે મુજબ હોસ્પિટલના સંચાલકો અને બે-ચાર કર્મચારીઓની સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરી પોલીસ સરળતાથી ફાઇલ ક્લોઝ કરી શકતી હતી. પરંતુ ગુજરાત પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઇને બારીકાઇથી તપાસ શરૂ કરી. ત્યારે બહાર આવ્યું કે, આ તો ખૂબ મોટું નેટવર્ક છે.

ષડયંત્ર બને તે પહેલા જ...

સુરક્ષા અને સર્વેલન્સના આ યુગમાં વિવિધ સ્થળો અને પ્રોપર્ટીમાં લાખો CCTV લાગેલા હોય છે. ત્યારે ઈન્ટરનેટની મદદથી આ હેકર્સ દેશના હજારો કેમેરા હેક કરીને એક દેશ વ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ આપણી ગુજરાત પોલીસે આ રેકેટના મૂળ સુધી પહોંચ્યા અને મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.

તમારી કઈ ભૂલનો હેકર્સ લાભ ઉઠાવે છે ?

ટેકનોલોજીના આ યુગમાં સામાન્ય બેદરકારી પણ બહુ મોટું નુકસાન કરી શકે છે. ત્યારે CCTV કેમેરા સાથે જોડેલા વાઇફાઇનો ઓપન કે વીક પાસવર્ડ તથા નબળા સિક્યુરિટી સેટીંગ હેકર્સ માટે વીડિયો હેક કરવા સરળ કરી દે છે. ટેક્નોલોજીની કેટલીક એરરનો આવા તત્વો લાભ લેતા હોય છે. ગુજરાત પોલીસ આ બાબતે સતત અવેરનેસ ફેલાવે છે, પ્રજાના સૌ પ્રતિનિધિઓએ પણ આ અવેરનેસ કાર્યમાં જોડાવવા અપીલ છે.

શું હતો સમગ્ર બનાવ ?

ગત 17 ફેબ્રુઆરીના રોજ સાંજે ટેલિગ્રામ ગ્રુપમાં કોઈ હોસ્પિટલ, રૂમના સ્ત્રી દર્દીના ઇંજેકશન અને એકઝામીનેશનને લગતા વીડિયો અપલોડ થયાની બાબત બની હતી. આ બાબત ધ્યાને આવતા મહિલા સુરક્ષાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદી બનીને FIR દાખલ કરી હતી. આ બનાવ રાજકોટનો હોવાનું ધ્યાને આવતા પોલીસ ટીમ મોકલીને તાત્કાલિક એનાલીસીસ કરવામાં આવ્યું હતું.

  • ગુજરાત પોલીસની કાર્યવાહી...

3 હજાર કિમી દૂરથી ઝડપાયા આરોપી : ગુજરાત પોલીસે આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને પોતે ગ્રાહકની માફક ટેલિગ્રામ ગ્રુપના સભ્ય બનીને તે ગ્રુપમાં જોડાઈને એકત્ર કરેલી માહિતીને આધારે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી. પોલીસે મહારાષ્ટ્રના સાંગલી, લાતુર અને પ્રયાગરાજ અલગ-અલગ ટીમો મોકલીને 3 હજાર કિમી દૂરથી આરોપીઓને 48 કલાકમાં દબોચી લીધા.

કેવી રીતે બચતા રહ્યા હેકર્સ ? પોલીસ તપાસમાં સામે આવ્યું કે, CCTV હેક કરનાર આ આરોપીઓ યુરોપિયન દેશો એટલાન્ટા, રોમાનીયા, જ્યોર્જીયા, જાપાન જેવા દેશોના VPN (Virtual Private Network) નો ઉપયોગ કરીને પોતાની ઓળખ છૂપાવતા હતા. ટેલીગ્રામ ગૃપમા આ લોકો 22 અલગ અલગ ચેનલ ચલાવતા અને અશ્લીલ વીડિયોના મેનુ કાર્ડ ગ્રુપમાં રાખતા હતા.

50 હજાર કરતા વધારે CCTV હેક : બે મુખ્ય હેકર્સે આશરે 50 હજાર કરતા વધારે CCTV છેલ્લા આઠ મહિનામાં હેક કર્યા છે, આ વીડિયો ભારતના તમામ રાજ્યના હતા. જેમાં કોર્પોરેટ ઓફિસ, સ્કૂલ, કોલેજ, મૂવી થિયેટર તથા ઘરના અંગત વિડિયો આ લોકોએ હેક કર્યા છે. પોલીસે તમામ આરોપીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે, ટેલીગ્રામ ચેનલ કે જેમાં તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને પણ નોટિસ આપી છે. તમામ સોશિયલ મીડીયા ચેનલને આવા વીડિયો ન મૂકવા અને મૂક્યા હોય તો દૂર કરવા નોટિસ આપી છે.

સાયબર ટેરરીઝમની કલમ ઉમેરાઈ : હર્ષ સંઘવીએ જણાવ્યું કે, CCTV લીકેજ કેસમાં સૌ પ્રથમ વખત સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌપ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સ્પે. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી ડે ટૂ ડે કેસ ચાલે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.