કોરોના વાઇરસ: ચીનમાં વસતા ભારતીયો માટે સરકાર ચિંતિત: વિદેશ પ્રધાન જયશંકર
🎬 Watch Now: Feature Video
નર્મદા: ચીનમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે, ત્યારે દેશના વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે, ચીનમાં ફેલાયેલા કોરોના વાઇરસ બાદ ચીનમાં વસતા ભારતીયો માટે પણ સરકાર ચિંતિત છે. સરકાર ચીન સત્તાધીશો સાથે સંપર્કમાં હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ ચીનથી ભારતીયોને લાવવા માટે ખાસ વિમાનની પણ વ્યવસ્થા કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જો કે, વિદેશ પ્રધાને કહ્યુંં કે, આ દરમિયાન ચીનમાં એક પણ ભારતીયને કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયો નથી.